ખેડામાં 20 ભેંસો રોજનું 50-50 લીટર દૂધ આપતી હતી? Amulની ટીમે તબેલામાં દરોડા પાડતા થયો ઘટસ્ફોટ

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/ખેડા: મહેમદાવાદ પાસે આવેલ રુદણ ગામના તબેલા પર બાતમીના આધારે અમુલ ડેરી દ્વારા સર્ચ ઓપેશન હાથ ધરાયું હતું. જ્યાં 20 પશુની સામે 1000 લીટર દૂધની ટેન્કર અમુલમાં જમાં કરાવતા હોવાની બાતમી મળી હતી. જેને લઇને અમુલ ડેરીના કર્મચારીઓએ જિલ્લા પોલીસને જાણ કરી હતી. અમુલ ડેરી ના કર્મચારીઓ દ્વારા પોલીસને સાથે રાખી તબેલામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં તબેલા માં હાજર વ્યક્તિએ બહારના જિલ્લામાંથી દૂધ લાવતા હોવાનુ જણાવ્યુ હતું. હાલ તો આ મામલે અમુલ દ્વારા 1000 લીટર દૂધ ભરેલા ટેન્કરને સિલ કરી દૂધની તપાસ કરાવવા એફ.એસ.એલ રિપોર્ટ માટે નમૂના મોકલ્યા છે. તપાસ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. જોકે અમુલ દ્વારા આવું સર્ચ ઓપેશન કરાતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.

તબેલામાં નકલી દૂધની શંકાએ અમૂલના દરોડા
અમુલ ડેરીના કર્મચારીઓને એક ખાનગી બાતમી મળી હતી કે, ખેડા જિલ્લાના મહેમદાવાદ પાસે આવેલા રુદણ ગામના ખાનગી તબેલામાં પશુઓ કરતા દૂધ વધારે ભરવામાં આવી રહ્યું છે. જેને લઈને અમૂલ ડેરીના કર્મચારીઓએ ખેડા જિલ્લા પોલીસને જાણ કરી હતી. મહેમદાવાદની સ્થાનિક પોલીસ, એલસીબી તથા અમૂલના કર્મચારીઓની એક ટીમ સ્થળ પર પહોંચી, તબેલા પર સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં તબેલામાં 20 પશુઓ મળી આવ્યા હતા. પરંતુ ટેન્કરમાં 1000 લીટર દૂધ ભરેલું હતું. જેને લઈને તબેલા પર હાજર વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે વધારાનું દૂધ બહારના જિલ્લામાંથી એટલે કે ગાંધીનગર બાજુથી લાવવામાં આવે છે. મહત્વનું છે કે અમૂલમાં બીજા જિલ્લાનું દૂધ જમા કરાવવામાં આવતું નથી. જેને લઇને આ એક ગુનો પણ બને છે. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ક્યાંક એવી પણ શંકા છે કે આ દૂધ ડુપ્લિકેટ છે. જેને લઈને દૂધના સેમ્પલ પણ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. સાથે જ 1000 લીટર દૂધની ટેન્કર પણ સીલ મારીને અમૂલમાં મોકલવામાં આવી છે. હાલમાં પોલીસ તબેલાના માલિકોની પૂછપરછ કરી રહી છે. એફએસએલના રિપોર્ટ બાદ જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે કે આ દૂધ બહારના જિલ્લામાંથી આવતું હતું કે પછી ડુપ્લિકેટ હતું. સાથે જ આ તબેલાના માલિક દ્વારા અમૂલના એક મહત્વના નિયમનો પણ ભંગ કરવામાં આવ્યો છે, જે છે બહારના જિલ્લાનું દૂધ જમા કરાવવાનો.

આ પણ વાંચો

ADVERTISEMENT

તબેલા માલિકે વધારે દૂધ ભરાવા પાછળ શું તર્ક આપ્યો?
અમૂલના પશુચિકિત્સક ડો.યોગેશ પટેલે ગુજરાત Tak સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમને અરજી મળતાં આજે અમે તપાસ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે આ તબેલામાં 20 જેટલા પશુઓ છે. અને દૂધ વધુ માત્રામાં ટર્નઓવર થાય છે. જેથી તપાસ હાથ ધરી હતી અને ખરેખર 20 જેટલા જ પશુઓ હતા. જોકે તબેલાના માલિકે જણાવ્યું કે આ દૂધ અમે જિલ્લા બહારથી અમારા અન્ય તબેલામાંથી લાવીએ છીએ. વધુમાં 20 પશુઓનુ અંદાજીત 120 થી 130 લીટરની આસપાસ દૂધ મળે પરંતુ 1 હજાર લીટર શક્ય નથી. જોકે હાલ 1 હજાર જેટલા દૂધના સેમ્પલો લેવામાં આવ્યા છે. અને એ બાદ આમાં શું આવે છે પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે. પ્રથમ દૃષ્ટિએ બહારના જિલ્લામાંથી દૂધ લાવવું એ ગૂનો બને છે. જે અમે આગળ લેબોરેટરી પરીક્ષણ બાદ ગુનો નોંધાવાની કામગીરી કરીશું.

ગેરરીતિ મળશે તો પોલિસ કાર્યવાહીની ચેરમેનની ખાતરી
આ અંગે નવા ચૂંટાયેલા અમૂલના ચેરમેન વિપુલ પટેલે જણાવ્યું કે, “મળતી માહિતી પ્રમાણે, મહેમદાવાદ તાલુકાના રુદણ ગામમાં રાજુભાઈ રબારી કરીને એમનો તબેલો છે. એમના તબેલા પર આજે અમારો સ્ટાફ ગયો, ત્યારે ચાર ભેંસો હતી અને 1,000 લી. દૂધ ભરે છે. હવે ચાર ભેંસો પર 1000 લીટર દૂધ તો કદી થાય નહીં. આ એક ગેરવ્યાજબી થયું અને આવું ગેર વ્યાજબી દૂધ આવતું હોય અમૂલમાં તો દૂધના પશુપાલકોના મારા ગરીબ પશુપાલકોને આડસર થાય આવું કોમ્પ્રોમાઇઝ અમે કદી કરવામાં નહીં આવે. કારણ કે એક ગરીબ પશુપાક એના પશુપાલન માટે ક્યાં ક્યાંથી ઘાસચારો લાવતો હોય છે. અને આવા જો એક હથ્થુ દૂધ નાખતા હોય તો અમુલ એમાં કોમ્પ્રોમાઈઝ નહીં કરે અને હું ચેરમેન તરીકે કદી કોમ્પ્રોમાઇઝ કરવા માંગતો નથી. એટલે એ ભાઈને અમે અમારા સ્ટાફ દ્વારા પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે.

ADVERTISEMENT

ADVERTISEMENT

6 મહિના પહેલા પણ તબેલો બંધ કરાવાયો હતો
જોકે ગુજરાત તક ની ટીમે અમૂલના કર્મચારી સાથે વાત કરતા તેમણે ગોળ ગોળ વાત કરીને સ્પષ્ટ કઈ પણ જણાવવાથી બચવાનો પ્રયત્ન કર્યો હતો. તો અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલ પણ નિવેદનમાં જણાવી રહ્યા છે કે જે પ્રમાણે માહિતી મળી છે તે પ્રમાણે ત્યાં ચાર ભેંસો હતી. ને નિમ્ન ગુણવત્તાનું દૂધ મંડળીમાં જમા કરાવતા હતા. જેને લઇને છ મહિના પહેલા જ નિમ્ન ગુણવત્તાવાળા દૂધ ભરતા આ રાજુભાઈ રબારીનો તબેલો બંધ કરાવવામાં આવ્યો હતો. તેમ છતાં પણ ફરીથી આ તબેલો શરૂ થયો અને દૂધ જમા કરાવતા હતા. હાલ તો સ્થળ પર પહોંચેલા અમૂલના કર્મચારીઓ દ્વારા દૂધનું સેમ્પલ લેવામાં આવ્યું અને ટેન્કરને સીલ કરવામાં આવી છે. જે સ્પષ્ટ ઈશારો કરે છે કે આ દૂધમાં મિલાવટ હોઈ શકે અથવા તો દૂધ ડુપ્લિકેટ હોઈ શકે છે.

આ સમગ્ર પ્રકરણમાં મહત્વની બાબત એ છે કે, છેલ્લા ઘણા સમયથી આ તબેલામાંથી રોજનું 1000 લીટર દૂધ ડેરીમાં જમા થતું હતું. પરંતુ કોઈપણ જાતની ચોક્કસ તપાસ અત્યાર સુધી ને કરવામાં આવી જ નથી. પરંતુ જ્યારથી ભાજપના મેન્ડેડ પરથી વિપુલ પટેલ ચેરમેન બન્યા છે. ત્યારથી અમૂલમાં ઘરખમ ફેરફારો જોવા મળી રહ્યા છે. જેને લઈને ક્યાંક જૂના ચેરમેનના મળતીયાઓ જેઓ અમૂલની નીતિ વિરોધ કામ કરી રહ્યા છે તેમની સામે પગલાં ભરાઈ રહ્યા હોવાનુ રાજકીય ગલિયારોમાં ચર્ચાઈ રહ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT