મોરબી દુર્ઘટનામાં અનાથ બનેલા બાળકોને અદાણી ફાઉન્ડેશન રૂ. 5 કરોડની સહાય કરશે
અમદાવાદ: મોરબીમાં ઝુલતો (Morbi Tragedy) પુલ તૂટી જવાની દર્ઘટનામાં 135 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનામાં હવે અદાણી ફાઉન્ડેશન (Adani Foundation) દ્વારા માતા-પિતા કે…
ADVERTISEMENT
અમદાવાદ: મોરબીમાં ઝુલતો (Morbi Tragedy) પુલ તૂટી જવાની દર્ઘટનામાં 135 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનામાં હવે અદાણી ફાઉન્ડેશન (Adani Foundation) દ્વારા માતા-પિતા કે બેમાંથી કોઈ એક ગુમવનારા બાળકોને અદાણી ફાઉન્ડેશન દ્વારા મદદનો હાથ લંબાવાયો છે. અદાણી ફાઉન્ડેશન દ્વાર રૂ. 5 કરોડની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફિક્સ ડિપોઝિટમાં રકમ મૂકી વ્યાજની રકમ મળે તેવી સુવિધા કરાશે
હાલમાં આ રકમને ફિક્સ ડિપોઝિટમાં મૂકાશે અને બાળકોની જરૂરિયાત મુજબ વ્યાજની રકમ તેમાંથી તેમને મળતી રહેશે. સાથે જ પતિ ગુમાવનાર સગર્ભા મહિલાઓને પણ તેમના સંતાન માટે રૂ. 25 લાખની સહાય કરવામાં આવશે. અદાણી ફાઉન્ડેશન દ્વારા મોરબી જિલ્લાના કલેક્ટરને આ માટે સંકલ્પપત્ર આપવામાં આવ્યો છે.
12 બાળકોએ માતા-પિતા બંને ગુમાવ્યા
મોરબીની દુર્ઘટનામાં 7 જેટલા બાળકોએ માતા-પિતા બંને ગુમાવ્યા છે. જ્યારે 12 બાળકોએ માતા-પિતામાંથી કોઈ એકની છત્રછાયા ગુમાવી છે. જ્યારે 1 સગર્ભા મહિલાએ પતિ ગુમાવ્યા છે. અદાણી ફાઉન્ડેશન માટે બાળકોની દેખરેખ કરનારા લોકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને 20 બાળકો માટેનું ચોક્કસ ભંડોળ ફિક્સ ડિપોઝિટમાં મૂકવામાં આવશે. આ મુદ્દે ગઈકાલે અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વસંત ગઢવીએ મોરબીના જિલ્લા કલેક્ટરને સંકલ્પ પત્ર આપ્યો હતો.
ADVERTISEMENT
મોરબી દુર્ઘટનામાં 135ના મોત
નોંધનીય છે કે મોરબીની મચ્છુ નદી પર 140 વર્ષ જૂનો ઐતિહાસિક ઝુલતો બ્રિજ 30 ઓક્ટોબરે સાંજે એકા એક તૂટી પડ્યો હતો. જેમાં બાળકો અને મહિલાઓ સહિત 135 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય પણ કેટલાય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ADVERTISEMENT