રાજકોટ આપઘાત કેસઃ ACB Gujarat એ લીધી ગુજરાત તકના અહેવાલની નોંધ, PSI સામે આપી તપાસની ખાતરી
Rajkot News: રાજકોટમાં પોલીસના ત્રાસથી યુવકે આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા યુવકે વીડિયો બનાવ્યો હતો.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
ગુજરાત તકના અહેવાલના પડ્યા પડઘા
ACB Gujarat દ્વારા લેવામાં આવી નોંધ
ACB Gujaratએ તપાસની આપી ખાતરી
Rajkot News: રાજકોટમાં પોલીસના ત્રાસથી યુવકે આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા યુવકે વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં તેણે વિરમગામ પોલીસ સ્ટેશનના PSI હિતેન્દ્ર પટેલ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા. આ અહેવાલ Gujarat Tak દ્વારા આજે સવારે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેની નોંધ ACB Gujarat દ્વારા લેવામાં આવી છે અને તપાસની ખાતરી આપવામાં આવી છે.
'તપાસ બાદ આગળની કાર્યવાહી કરાશે'
ગુજરાત તકના અહેવાલ પર ACB Gujarat એ કહ્યું કે, 'લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો આ બાબતમાં ભ્રષ્ટાચારને લગતી તપાસ કરી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કરાશે.'
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો આ બાબતમાં ભ્રષ્ટાચારને લગતી તપાસ કરી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કરાશે.
— ACB Gujarat (@ACBGujarat) February 24, 2024
શું છે સમગ્ર મામલો?
રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા દિપક ધ્રાંગધરીયા નામના યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે વિરમગામ ગ્રામ્યના PSI હિતેન્દ્ર પટેલ દારૂના કેસમાં પરેશાન કરીને રૂપિયા માંગતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વીડિયોમાં યુવકે PSI હિતેન્દ્ર પટેલ દારૂ કેસમાં રૂપિયા 10 લાખ માંગતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
ADVERTISEMENT
'પૈસા આપવા છતાં મને જેલ હવાલે કર્યો'
આપઘાત કરતા પહેલા બનાવેલા વીડિયોમાં દિપક ધ્રાંગધરીયાએ જણાવ્યું હતું કે, આજથી ચારેક મહિના અગાઉ મેં રાજસ્થાનવાળા પાસેથી એક દારૂની પેટી લીધી હતી અને તે ક્યાંક પકડાણો હશે, જેથી તેણે મારું નામ લીધું હતું. તેણે મારી ઉપર 8 પેટીનો આરોપ લગાવીને કેસ કર્યો હતો. જેથી વિરમગામ રૂરલના પોલીસવાળા પટેલ સાહેબને સેટિંગના મેં ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. છતાં તેઓએ મારી ઉપર કેસ કર્યો અને મને જેલના હવાલે કરી દીધો. હું 2 મહિને જેલમાંથી બહાર આવ્યો હતો.
વધુ વાંચો...'હું 10 લાખ રૂપિયા ક્યાંથી લાવું, આવી રીતે કોઈને હેરાન ન કરાય', વિરમગામના PSI હિતેન્દ્ર પટેલના ત્રાસથી યુવકનો આપઘાત
હું કંટાળીને આપઘાત કરું છુંઃ દિપક
દિપક ધ્રાંગધરીયાએ જણાવ્યું હતું કે, 14 તારીખે ફરી કોઈકનો માલ પકડાયો હશે અને તેમાં પણ મને ફોન કરીને કહે છે કે, આ માલ પણ તારો છે તારે 10 લાખ રૂપિયા આપવા પડશે. એટલા બધા મારી પાસે પૈસા નથી અને આ માલ મારો છે નહીં. હવે હું આ ધંધો કરતો નથી, જો હું ધંધો કરતો હોય તો રાજકોટમાં એકાદ કેસ તો મારી ઉપર હોયને. આવી રીતે અવાર નવાર પૈસાની માંગ કરે છે. જેથી હું હવે કંટાળીને આપઘાત કરું છું. મારા પરિવારને ન્યાય મળે એવું કમિશનર સાહેબ કરજો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT