AAPના નેતા યુવરાજસિંહ રોજગાર ગેરન્ટી યાત્રા કાઢશે, બેરોજગારીનો ગંભીર મુદ્દો ઉઠાવશે
હિંમતનગરઃ ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ અવાર નવાર રાજ્યના પ્રવાસે આવતા રહે છે.…
ADVERTISEMENT
હિંમતનગરઃ ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ અવાર નવાર રાજ્યના પ્રવાસે આવતા રહે છે. તેવામાં આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજ સિંહ બેરોજગારી મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કરવા જઈ રહ્યા છે. તેમણે 24 ઓગસ્ટે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોજગારીના મુદ્દાને જાગૃત કરવા માટે નવી પહેલ શરૂ કરવા જણાવ્યું હતું. તે આજે ગુરુવારે 25 ઓગસ્ટના દિવસે રોજગાર ગેરન્ટી યાત્રાનું આયોજન કરવા જઈ રહ્યા છે.
ગુજરાતના યુવાનોની વેદનાને વાચા આપીશું- યુવરાજ સિંહ
અત્યારે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહ રોજગાર ગેરંટી યાત્રા કાઢશે. આનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં વધી રહેલા શિક્ષિત બેરોજગારોની વ્યથાને વાચા આપવાનો છે. આના માટે તેઓ રોજગાર ગેરંટી યાત્રા દ્વારા શરૂઆથ કરાઈ રહી છે. યુવરાજ સિંહે કહ્યું કે ગુજરાતમાં જેટલા પણ બેરોજગારો છે તેમની યાદી બનાવીશું અને ત્યારપછી બેરોજગાર મેળાનું આયોજન કરાશે.
ADVERTISEMENT
રોજગારી યાત્રાનો રૂટ
ગુજરાતમાં આ રોજગારી યાત્રા 3 જિલ્લાઓમાંથી નીકળશે, જે મુખ્યતે 21 જેટલી વિધાનસભા બેઠકને આવરી લેશે. આ યાત્રા 11 દિવસ સુધી ચાલશે જે હિંમતનગરના મોતીપુરા સર્કલથી શરૂ થઈ પાટણના વારાહી સુધી જશે. નોંધનીય છે કે યુવરાજ સિંહે અહીં તેમને સરકારમાં પારદર્શિતા લાવવાથી લઈ લોકોને રોજગારી આપવા માટે સંપૂર્ણ પ્રયાસ હાથ ધરાશે એની ખાતરી આપી છે.
ADVERTISEMENT