AAPના MLA ચૈતર વસાવા DJ તાલે મન મૂકીને ઝૂમ્યા, વરરાજાને ખભા પર બેસાડી કર્યો ડાંસ, જુઓ VIDEO
નર્મદા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો લગ્નમાં જઈને વરરાજાના ખભે બેસાડીને ડાંસ કરતો વીડિયો ફરી સામે આવ્યો છે. આદિવાસી સમાજમાં કોઈનું સન્માન કરવા માટે…
ADVERTISEMENT
નર્મદા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો લગ્નમાં જઈને વરરાજાના ખભે બેસાડીને ડાંસ કરતો વીડિયો ફરી સામે આવ્યો છે. આદિવાસી સમાજમાં કોઈનું સન્માન કરવા માટે તેમને ખભા પર બેસીને નાચવાની પરંપરા છે. ત્યારે ચૈતર વસાવા જ્યારે પણ કોઈ ગામડામાં જાય છે ત્યાં લગ્નમાં વરરાજાના આ રીતે ખભા પર બેસાડીને તેઓ ડાંસ કરતા અગાઉ પણ જોવા મળી ચૂક્યા છે.
DJના તાલે ઝૂમ્યા ધારાસભ્ય
ખાસ વાત છે કે, આ પહેલા પણ ચૈતર વસાવા અગાઉ ઘણી વખત વરરાજાને આ રીતે ખભે બેસાડીને ડાંસ કરતા કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર તેમનો આવો હળવો અંદાજ સામે આવ્યો છે. આદિવાસી યુવકના લગ્નમાં પહોંચેલા ધારાસભ્ય મન મૂકને DJના તાલે ઝૂમ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
AAP ધારાસભ્ય ડીજેના તાલે ઝુમી ઊઠ્યા
AAP MLA ચૈતર વસાવા પહોંચી ગયા આદિવાસી યુવકના લગ્નમાં, વરરાજાને ખભે બેસાડી ડીજેના તાલ ઉપર ઝૂમ્યા- જુઓ Video#AAPGujarat #ChaitarVasava @Chaitar_Vasava #GTVideo pic.twitter.com/lMRWoMmEqK
— Gujarat Tak (@GujaratTak) February 3, 2023
ADVERTISEMENT
અગાઉ લગ્નના ચાંદલામાં બંધારણનું પુસ્તક ભેટ આપ્યું હતું
નોંધનીય છે કે, ધારાસભ્ય બન્યા બાદ પણ ચૈતર વસાવા સતત સામાન્ય વ્યક્તિ સાથે સંપર્ક રાખી રહ્યા છે અને ઘણીવખત પોતાના મત વિસ્તારમાં આદિવાસી યુવકોના લગ્નમાં સામેલ થતા જોવા મળ્યા છે. આ પહેલા તેમણે એક યુવકને લગ્ન પ્રસંદના ચાંદલામાં બંધારણનું પુસ્તક ભેટમાં આપ્યું હતું અને સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.
(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા)
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT