જીગ્નેશ મેવાણી વધુ એક વિવાદમાં, લોકોએ તેમના વિરુદ્ધ આપ્યું આવેદન
ધનેશ પરમાર, બનાસકાંઠા: વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સતત ચર્ચામાં રહ્યા છે. ત્યારે વધુ એક વખત વિવાદમાં સંપડાયા છે. વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાની વિરુદ્ધ તેમના જ…
ADVERTISEMENT

ધનેશ પરમાર, બનાસકાંઠા: વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સતત ચર્ચામાં રહ્યા છે. ત્યારે વધુ એક વખત વિવાદમાં સંપડાયા છે. વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાની વિરુદ્ધ તેમના જ સમાજના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જીગ્નેશ મેવાણી માફી માંગે તેવી માંગ ઉઠી છે.
જીગ્નેશ મેવાણી અને વિવાદ જાણે મિત્રો બની ચૂક્યા છે. એક બાદ એક વિવાદમાં ધારાસભય ફસાતા રહ્યા છે. ત્યારે વધુ એક વખત તે વિવાદમાં ફસાયા છે. જીગ્નેશ મેવાણીએ વડગામના દલિત અગ્રણીઓએ આવેદનપત્ર આપ્યું છે. RDC દલિત મહિલા અધિકારીનું જીગ્નેશ મેવાણીએ કરેલા અપમાનને લઈ લોકોમાં આક્રોશ ફેલાયો હતો. જીગ્નેશ મેવાણી RDC અધિકારીની માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી. 3 દિવસ અગાઉ જીગ્નેશ મેવાણીએ RDC ને જાહેરમાં પ્રોટોકોલ જાહેરમાં સમજાવ્યો હતો.
જીગ્નેશ મેવાણી માંગે માફી
RDC દલિત મહિલા અધિકારી નું જીગ્નેશ મેવાની એ કરેલ અપમાન ને લઈ આક્રોશ ફેલાયો છે ત્યારે જીગ્નેશ મેવાની RDC અધિકારી ની માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ 3 દિવસ અગાઉ કરેલી વાતને લઈ વિવાદનો વંટોળ ઉઠ્યો છે અને મેવાણી માફી માંગે તેવી માંગ ઉઠી છે.
ADVERTISEMENT
શું છે વિવાદ
3 દિવસ પહેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે ધારાસભ્ય આવે તો ખુરશી માંથી ઉભા થવા જણાવ્યું હતુ..અને ધારાસભ્ય બેસે ત્યારબાદ બેસવાં કહ્યું હતુ. સાથો સાથ ધારાસભ્યને ગેટ પર લેવા અને મૂકવા આવવાના જીગ્નેશ મેવાણીના નિવેદનનો વીડિયો વાઇરલ થયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT