ભારતને ઇતિહાસ રચવા માટે 352 રનનો ટાર્ગેટ, ઇતિહાસમાં ક્યારેય ભારતે ક્લિન સ્વિપ નથી કર્યું

ADVERTISEMENT

Indian Cricket team make history
Indian Cricket team make history
social share
google news

India vs Australia 3rd ODI Live Cricket Score: રાજકોટમાં ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝની ત્રીજી અને અંતિમ વન ડે મેચ રમવામાં આવી રહી છે. મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા કંગારુ ટીમે 7 વિકેટ પર 352 રન બનાવ્યા હતા. સીરીઝમાં ભારતને 2-0 થી અજેય બઢત મળી છે.

ભારતીય ટીમને જીતવા માટે 353 રનનો ટાર્ગેટ મળ્યો

હવે ભારતીય ટીમને જીતવા માટે 353 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઓસ્ટ્રેલિયા માટે ઓપનર મિચેલ માર્શે સૌથી વધારે 96 રનની આક્રમક ઇનિંગ રમ્યા હતા. ત્યાર બાદ સ્ટીવ સ્મિથે 74 અને માર્નસ લાબુશેને 72 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરે 56 રન બનાવ્યા હતા. ભારત માટે જસપ્રીત બુમરાહે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. સ્પિનર કુલદીપ યાદવને 2 સફળતા મળી હતી.

ભારતીય ટીમ પહેલાથી 2 મેચ જીતી ચુકી છે

ભારતીય ટીમે સીરીઝમાં 2-0 થી આગળ છે. જો ભારતીય ટીમ આ મેચ જીતે છે, તો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રેકોર્ડ કાયમ કરશે. ભારત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલીવાર ક્લીન સ્વીપ કરશે. એવું પહેલા ક્યારે પણ વન ડે ક્રિકેટના ઇતિહાસમાં નથી થયું. મેચમાં કંગારુ ટીમે ટોસ જીતી અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ADVERTISEMENT

ભારતીય ટીમ તરફથી રોહિત શર્મા-વોશિંગ્ટન સુંદરે ઓપનિંગ કર્યું

અત્રે ઉલ્લેખનીય છે કે, 353 રનનો ટાર્ગેટ પ્રાપ્ત કરવા માટે ભારતીય ટીમે બેટિંગ શરૂ કરી દીધી છે. કેપ્ટન રોહિત શર્માની સાથે સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે ઓપનિંગમાં મોર્ચો સંભાળ્યો હતો. જ્યારે પહેલી ઓવર મિચેલ સ્ટાર્કે ફેંકી હતી. એક ઓવરમાં તેણે 6 રન ફટકાર્યા હતા.

ADVERTISEMENT

ADVERTISEMENT

Jasprit Bumrah finishes his spell with a wicket!

He gets the wicket of Marnus Labuschagne 👌🏻👌🏻

Follow the Match ▶️ https://t.co/H0AW9UXI5Y#TeamIndia | #INDvAUS |@IDFCFIRSTBank | @Jaspritbumrah93 pic.twitter.com/I8VBAJiOd0

— BCCI (@BCCI) September 27, 2023

ઓસ્ટ્રેલિયન ટીમે 7 વિકેટના નુકસાને 352 રન ગુમાવ્યા છે

મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે 7 વિકેટ ગુમાવીને 352 રન બનાવ્યા હતા. ઓપનર મિચેલ માર્શે સૌથી વધારે 96 રનની પારી ખેલી હતી. ત્યાર બાદ સ્ટીવ સ્મિથે 74 અને માર્નસ લાબુશેને 72 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરે 56 રનની રમત રમી હતી. ભારત માટે જસપ્રીત બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. સ્પિનર કુલદીપ યાદવને 2 સફળતા મળી. હવે ભારતીય ટીમની સામે 353 રનનો ટાર્ગેટ છે.

    follow whatsapp

    ADVERTISEMENT