ચોખ્ખા ઘી સાથે ખજૂર ખાવાનું આજથી જ શરૂ કરી દો, થશે અઢળક ફાયદા
Dates & Ghee Benefits: ખજૂર આપણાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ માત્ર 3 ખજૂર ખાઈ લેવાથી શરીરને અઢળક પોષક તત્વો મળી રહે છે…
ADVERTISEMENT
Dates & Ghee Benefits: ખજૂર આપણાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ માત્ર 3 ખજૂર ખાઈ લેવાથી શરીરને અઢળક પોષક તત્વો મળી રહે છે અને ઘણી બીમારીઓ પણ દૂર રહે છે. ખજૂરમાં કોપર, ફાઈબર, મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન B6 ભરપૂર માત્રામાં હોય છે. ખજૂર પૌષ્ટિક ફળ જ નહીં અનેક રોગોની ઉત્તમ ઔષધી પણ છે. આયુર્વેદ અનુસાર, ઘીમાં પલાળેલી ખજૂર શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પાચનતંત્રને મજબૂત કરે છે.
ખજૂર અને ઘી ખાવાના ફાયદા
ખજૂરમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને તે આયર્નનો સારો સ્ત્રોત છે. ખજૂર બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે. બીજી બાજુ ઘી એક હેલ્ધી ફેટ હોવાના કારણે શરીરને સારા કોલેસ્ટ્રોલને જાળવવામાં મદદ કરી શકે છે. ઘીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને લિનોલીક એસિડ હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને પણ સુધારે છે.
ફાયદા
– ખજૂરમાં નેચરલ શુગર હોય છે, તે તમને ત્વરિત એનર્જી પ્રદાન કરે છે.
– ઘી પાચનમાં મદદ કરે છે, કારણ કે તે એન્ઝાઇમ સેક્રેશનને પ્રોત્સાહન આપે છે.
– ખજૂરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, તેથી તે કબજિયાતમાં રાહત આપે છે.
– ખજૂરનું સેવન મગજના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં વિટામિન બી અને કોલિન મળી આવે છે, જે યાદશક્તિમાં વધારો કરે છે.
– ખજૂરમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. તેના સેવનથી હાડકાં મજબૂત થશે.
– ખજૂરનું સેવન ત્વચા અને વાળ માટે ફાયદાકારક રહેશે.તેનાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે.
ADVERTISEMENT
કેવી રીતે કરવું સેવન?
– ખજૂરને ગરમ ઘીમાં થોડા કલાકો અથવા આખી રાત પલાળી રાખો. પછી વહેલી સવારે સેવન કરો
– વધારે કેલરી અને શુગરથી બચવા માટે મર્યાદિત માત્રામાં સેવન કરો.
– જેમને ઘીની એલર્જી હોય તેમણે તેનું સેવન ન કરવું જોઈએ.
– ખજૂરમાં હાજર નેચરલ શુગરને કારણે ડાયાબિટીસના દર્દીઓએ સાવધાન રહેવું જોઈએ.
– પાચન સંબંધી સમસ્યાઓ ધરાવતા લોકોએ તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ..
ADVERTISEMENT