Crime News: દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠે એક જ અઠવાડિયામાં કરોડોનું ડ્રગ્સ ક્યાંથીઆવ્યું?

ADVERTISEMENT

Drugs Found In Dwarka: ગુજરાતમાં 1600 કિમીનો વિશાળ દરિયાકાંઠો કે જે અનેક બંદરથી ઘેરાયેલો છે. આ બંદરોનો ફાયદો અનેક વાર ગેરકાનૂની કામ કરવા માટે ઊઠવવામાં આવે છે.

social share
google news

Drugs Found In Dwarka: ગુજરાતમાં  1600 કિમીનો વિશાળ દરિયાકાંઠો કે જે અનેક બંદરથી ઘેરાયેલો છે. આ બંદરોનો ફાયદો અનેક વાર ગેરકાનૂની કામ કરવા માટે ઊઠવવામાં આવે છે. ફરી એકવાર રાજ્યના દ્વારકા નજીકના દરિયાકાંઠેથી નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. આજે (16મી જૂન) પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન દરિયાકાંઠથી ચરસના 64 જેટલાં મળી આવ્યા છે, જેની કિંમત અંદાજે 30 કરોડ રૂપિયા જેટલી થાય છે. સતત અલર્ટ મોડમાં રહેતી ગુજરાત પોલીસ અને મરીન પોલીસનું ચેન એક જ અઠવાડિયામાં આ જથ્થો પકડવામાં સફળ રહી છે.

એક અઠવાડિયાથી ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન

એક અઠવાડિયા પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદરેથી પોલીસને બિનવારસુ 16 કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું ત્યારબાદ અલગ-અલગ ત્રણ ગામડાના દરિયાકાંઠેથી જથ્થો મળી આવ્યો છે. એક અઠવાડિયામાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ચંદ્ર ભાગા, વાછુ અને ગોરિંજા ગામના દરિયા કિનારેથી અલગ અલગ કોથળામાં અંદાજે 100 જેટલા શંકાસ્પદ પેકેટ પડ્યા હતા. પોલીસને જે વાતની શંકા હતી તેનું ચિત્ર સ્પષ્ટ કરવા FSLની મદદ લેવામાં આવી અને અંતે રીપોર્ટમાં આ તમામ પેકેટમાં ચરસ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ સમગ્ર જીલ્લામાં ચકચાર મચી ગયો હતો અને આ ડ્રગ્સના પેકેટે અનેક સવાલો ઉઠાવી દીધા છે. 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT