VIDEO: વડોદરામાં ખુલ્લેઆમ ગૌમાંસનાં સમોસાંનું વેચાણ, 326 કિલોનો જથ્થો પકડાયો
Vadodara Crime News: વડોદરામાં જાણીતા સમોસાના વેપારીના ઘરે દરોડા પડ્યા બાદ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ વેપારી સમોસામાં ગૌમાંસનો ઉપયોગ કરતો હોવાનું બહાર આવ્યું છે.
ADVERTISEMENT
Vadodara Crime News: વડોદરામાં જાણીતા સમોસાના વેપારીના ઘરે દરોડા પડ્યા બાદ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ વેપારી સમોસામાં ગૌમાંસનો ઉપયોગ કરતો હોવાનું બહાર આવ્યું છે.
Vadodara Crime News: વડોદરામાં જાણીતા સમોસાના વેપારીના ઘરે દરોડા પડ્યા બાદ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ વેપારી સમોસામાં ગૌમાંસનો ઉપયોગ કરતો હોવાનું બહાર આવ્યું છે. ગૌમાંસથી બનતાં સમોસાં સસ્તાં બનતાં હોવાથી વધુ પ્રોફિટ કમાવવાની લાલચમાં એનું વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં આરોપીએ કબૂલાત કરી હતી.
300 કિલો જેટલો માંસનો જથ્થો મળી આવ્યો
શહેરના પાણીગેટ છીપવાડ વિસ્તારમાં જાણીતા સમોસાના વેપારી યુસુફ શેખ દ્વારા સમોસામાં ગૌમાંસનો ઉપયોગ થતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે રેડ કરતા તેઓના નિવાસસ્થાનેથી 300 કિલો જેટલો માંસનો જથ્થો મળી આવ્યો હતો. જેને એફએસએલમાં મોકલવામાં આવતા આ જથ્થો ગૌમાંસનો હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક તબક્કે શોપના મલિક યુસુફ શેખ અને નૈમ શેખની ધરપકડ કરવામાં આવી હતી સાથે તેઓના ચાર કારીગરોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આ ઇસમોના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જેમાં માલુમ પડ્યું હતું કે આ જથ્થો મૂળ ભાલેજના રહેવસી ઇમરાન કુરેશી દ્વારા મોકલવામાં આવતો હતો. જેના આધારે પોલીસે ભાલેજના ઇમરાન કુરેશીની પણ ધરપકડ કરી છે. પોલીસે હાલ સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:- Parshottam Rupala ની ખુરશી પર કોની નજર ? ક્ષત્રિય અડગ તો વિકલ્પ કોણ ?
કયા-કયા આરોપીઓની ધરપકડ?
ઇમરાન ઉર્ફે દાહુદી યુસુફ કુરેશી(ઉમરેઠ, આણંદ)
મહમદ યુસુફ ફકીર મોહમદ શેખ (જૂની ગઢી પાણીગેટ)
મહમદ નઇમ મહમદ યુસુફ શેખ(જૂનીગઢી પાણીગેટ)
મહમદ હનીફ ગનીભાઈ ભઠિયારા(નડિયાદ)
દિલાવરખાન ઈસ્માઇલખાન પઠાણ(ઠાસરા, ખેડા)
મોઇન મહેબૂબશા હબદાલ(નડિયાદ)
મોબીન યુસુફભાઈ શેખ (કપડવંજ, ખેડા)
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT