Crime News: દિયરવટુ કરી ભાભીને પત્નીનો દરજ્જો આપ્યા બાદ પતિએ જ કરી હત્યા, જાણો સમગ્ર ઘટના

ADVERTISEMENT

Amreli Crime News: આજ કાલ લગ્ન જીવન પછી પણ પતિ પત્નીને સુખ શાંતિનો અહેસાસ નથી. જેનું મુખ્ય કારણ પતિ પત્ની વચ્ચે ચાલતા નાના-નાના ઝગડાઓ, એવામાં કેટલીક વખત આ બબાલ હિંસા અને મોત સુધી પહોંચી જાય છે. તો હાલમાં અમરેલીથી એક એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

social share
google news

Amreli Crime News: આજ કાલ લગ્ન જીવન પછી પણ પતિ પત્નીને સુખ શાંતિનો અહેસાસ નથી. જેનું મુખ્ય કારણ પતિ પત્ની વચ્ચે ચાલતા નાના-નાના ઝગડાઓ, એવામાં કેટલીક વખત આ બબાલ હિંસા અને મોત સુધી પહોંચી જાય છે. તો હાલમાં અમરેલીથી એક એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ

આ ઘટના અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કુતાણા ગામની છે. જેમાં પતિના હાથે પત્નીની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. વાત અહીં એમ છે કે કુતાણા ગામે ખેત મજૂરી કરીને જીવન ગુજારતા પતિ કાનજી સોલંકીએ પોતાની ભાભી સાથે લગ્ન કર્યા હતા અને દિયરવટુ કરીને પત્નીનો દરજ્જો આપેલ હતો. ભાભીને અગાઉના પતિથી બાળકો પણ હતા જે બાદ  આ બાળકોને પૈસા આપવા જેવી નજીવી બાબતમાં પતિ પત્ની વચ્ચે તકરાર થઈ હતી અને 11 એપ્રિલે કાનજી સોલંકીએ પોતાની પત્ની મંજુલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

Gold Silver Price: સોનું છેલ્લા 100 દિવસમાં 10,000 રૂપિયા મોંઘું થયું, જાણો હવે સસ્તું થશે કે મોંઘુ?

આરોપીએ પોલીસ સ્ટેશન જઈ ગુનાની કબૂલાત કરી

હત્યા કરીને પતી ત્યાંથી નાસી છૂટયો હતો અને સીધો જ ભાવનગર એલ.સી.બી.કચેરીમાં જઈને પોતાની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ભાવનગર એલ.સી.બી. દ્વારા ગારીયાધાર જાણ કરવામાં આવી કરી હતી. અમરેલી જિલ્લાની હદ આવતી હોવાથી ભાવનગર પોલીસે અમરેલી પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ તાત્કાલિક કુતાણા ગામે ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકનો કબ્જો લઈને લીલીયા હોસ્પીટલ ખાતે પી.એમ.અર્થે ખસેડવામાં આવી હતી. આરોપી કાનજી સોલંકીને લીલીયા પોલીસ મથકમાં લાવીને પત્નીની હત્યા કરવા અંગેની તપાસનો ધમધમાટ પોલીસે શરૂ કરી દીધો છે જે અંગે અમરેલી Dysp ચિરાગ દેસાઈ દ્વારા પતિના હાથે પત્નીની હત્યા અંગેની વિગતો જણાવી હતી.

ADVERTISEMENT

ADVERTISEMENT

(બાઈલાઇન: ફારુક કાદરી, અમરેલી)

    follow whatsapp

    ADVERTISEMENT