Gujarat Politics: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે આ નામ રેસમાં, જાણો પાર્ટીની કમાન કોને મળશે

ADVERTISEMENT

Gujarat Politics
Gujarat Politics
social share
google news

Gujarat BJP New President: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખને મોદીની નવી ટીમમાં સ્થાન મળ્યું છે. હવે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે કોના નામ પર મહોર લાગશે તેની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. પક્ષમાં પાટીલના અનુગામી અને રાજ્ય સરકારના મંત્રી મંડળના વિસ્તરણ અને ખાતાઓની ફેરબદલી પર લોકોની નજર ટકેલી છે.

મેઘરાજાની તોફાની બેટિંગ માટે થઈ જાવ તૈયાર, અંબાલાલ પટેલની નવી નકોર આગાહી

કેટલા નામ ચર્ચામાં?

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદ માટે કેટલાક જૂના જોગીઓના નામ ચર્ચાય રહ્યા છે. હાલ પ્રદેશ અધ્યક્ષમાં મુખ્ય 6 નામ ચર્ચામાં છે. જેમાં આ વખતે કેબિનેટ મંત્રીમાંથી પત્તું કપાયેલ દેવુસિંહ ચૌહાણને હવે પ્રદેશ પ્રમુખની જવાબદારી મળી શકે તેવી સંભાવનાઓ સામે આવી રહી છે. તેના સિવાય જગદીશ પંચાલ, આઈ.કે.જાડેજા, બાબુભાઈ જેબલિયા, પ્રદિપસિંહ જાડેજા અને વિનોદ ચાવડાનું નામ રેસમાં સામેલ છે.  એક થિયરી પણ સામે આવી છે કે, ઓબીસી, આદિવાસી કે ક્ષત્રિય ચહેરાને નવા પ્રદેશ પ્રમુખ માટે તક મળી શકે છે. એવી પણ ઉત્તર ગુજરાતમાં કૉંગ્રેસ વધુ મજબૂત બની હોય તેમ લાગે છે. આવી પરિસ્થિતિમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ ઉત્તર ગુજરાતનો કોઈ ઓબીસી ચહેરો પણ હોઈ શકે છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT