મેઘરાજાની તોફાની બેટિંગ માટે થઈ જાવ તૈયાર, અંબાલાલ પટેલની નવી નકોર આગાહી

ADVERTISEMENT

ગુજરાતમાં વરસાદની રેલમછેલ!
Ambalal Patel's Rain Forecast
social share
google news

Ambalal Patel's Rain Forecast: દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે અને મુંબઈ સહિતના મહારાષ્ટ્રના વધુ વિસ્તારોને તે આવરી લેવાનું છે. આ ચોમાસાના આગમનના પગલે ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સાથેનો વરસાદ વરસી રહ્યો છે, જે દર્શાવે છે કે રાજ્યમાં પણ આગામી દિવસોમાં ચોમાસું સક્રિય થઈ જવાનું છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. 

અંબાલાલે વરસાદની કરી આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 10 અને 11 જૂન મુંબઈમાં ચોમાસું સત્તાવાર રીતે પહોંચશે, મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાશે. મુંબઈનો વરસાદ વાહનવ્યવહાર પર અસર કરશે. ગુજરાતમાં પહોંચનારા ચોમાસામાં થોડો વિલંબ થઈ શકે છે. ગુજરાત ચોમાસાની ગતિવિધિ મંદ પડી છે.

9થી 12 જૂને વરસાદ પડશેઃ અંબાલાલ

અંબાલાલ પટેલે જણાવ્યું કે,  9થી 12 જૂન દરમિયાન ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારી ધોધમાર વરસાદ થઈ શકે છે. તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ઓખા, પોરબંદરમાં વરસાદ આવી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવો વરસાદ આવી શકે છે. પૂર્વ ગુજરાતના પંચમહાલના ભાગોમાં વરસાદ વરસી શકે છે. 

ADVERTISEMENT

21 જૂન પછી ગુજરાતમાં ચોમાસાનું થશે આગમન

ગુજરાતમાં ચોમાસાનો વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થશે. ચોમાસું ધીમી ગતીએ ગુજરાત તરફ આગળ વધતા વિલંબ થશે. અરબસાગરના ભેજના કારણે પવન સાથે વરસાદ આવશે. 21-22 જૂન પછી બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન અને અરબ સાગરમાં લો પ્રેશર બનશે. ગુજરાતમાં ચોમાસુ આદ્રા નક્ષત્રમાં 21 જૂન પછી આવશે. એકંદરે 21 જૂન પછીનો વરસાદ ખેડૂતો માટે સારો ગણાશે. 

24 કલાકમાં કેટલા તાલુકામાં પડ્યો વરસાદ?

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 24 કલાકમાં 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના દોલવણમાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વાલોડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોધાયો છે. તો ધમપુર અને બાબરામાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કપરાડામાં બે ઈંચ અને કવાંટમાં 1.8 ઈંચ વરસાદ પડ્યો હતો. અમરેલીના લાઠી, નવસારીના વાંસદા અને સુરતના ઉમરપાડામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT

    ગુજરાત માટે હજુ બે દિવસ 'ભારે', ગાજવીજ સાથે વરસાદ ભુક્કા બોલાવશે; જાણો લેટેસ્ટ આગાહી

    ગુજરાત માટે હજુ બે દિવસ 'ભારે', ગાજવીજ સાથે વરસાદ ભુક્કા બોલાવશે; જાણો લેટેસ્ટ આગાહી

    RECOMMENDED
    Gujarat Rain: કડાકા-ભડાકા સાથે 8 ઈંચ વરસાદ થશે, અંબાલાલ પટેલની નવી આગાહીએ ધબકારા વધાર્યા

    Gujarat Rain: કડાકા-ભડાકા સાથે 8 ઈંચ વરસાદ થશે, અંબાલાલ પટેલની નવી આગાહીએ ધબકારા વધાર્યા

    RECOMMENDED
    સરકારી નોકરી માટે વધુ એક તક, GSSSB જાહેર કરી નવી ભરતી; જાણો પોસ્ટથી લઈ પગાર સુધીની તમામ માહિતી

    સરકારી નોકરી માટે વધુ એક તક, GSSSB જાહેર કરી નવી ભરતી; જાણો પોસ્ટથી લઈ પગાર સુધીની તમામ માહિતી

    MOST READ
    CCTV: Rajkotમાં જૈન દેરાસરમાં દર્શન કરતા યુવક પર જીવલેણ હુમલો, 9 સેકન્ડમાં છરીના 5 ઘા ઝિંકી દીધા

    CCTV: Rajkotમાં જૈન દેરાસરમાં દર્શન કરતા યુવક પર જીવલેણ હુમલો, 9 સેકન્ડમાં છરીના 5 ઘા ઝિંકી દીધા

    RECOMMENDED
    VIDEO: Rajkot માં રામનાથ મહાદેવને આજીનો જળાભિષેક, પાણીના પ્રવાહમાં મંદિર જળમગ્ન થયું

    VIDEO: Rajkot માં રામનાથ મહાદેવને આજીનો જળાભિષેક, પાણીના પ્રવાહમાં મંદિર જળમગ્ન થયું

    RECOMMENDED
    ઋષભ પંત માટે રોહિત શર્મા કોને બનાવશે બલિનો બકરો? 3 મેચમાં 190 રન બનાવનારનું કપાશે પત્તુ

    ઋષભ પંત માટે રોહિત શર્મા કોને બનાવશે બલિનો બકરો? 3 મેચમાં 190 રન બનાવનારનું કપાશે પત્તુ

    RECOMMENDED
    NDAના સાથી પક્ષોનો અન્ય રાજ્યોમાં દબદબો બનાવવાનો પ્રયાસ, હવે ભાજપ શું કરશે?

    NDAના સાથી પક્ષોનો અન્ય રાજ્યોમાં દબદબો બનાવવાનો પ્રયાસ, હવે ભાજપ શું કરશે?

    RECOMMENDED
    Junagadh: કાર અને રીક્ષા વચ્ચે ભયાનક ટક્કર, સોમનાથ દાદાના દર્શન કરીને આવતા 3 યુવકોના મોત

    Junagadh: કાર અને રીક્ષા વચ્ચે ભયાનક ટક્કર, સોમનાથ દાદાના દર્શન કરીને આવતા 3 યુવકોના મોત

    RECOMMENDED
    'આવા પોલીસવાળાને રાજકારણનો શોખ હોય તો...', ગેનીબેન ઠાકોરના થરાદ PSI પર પ્રહાર

    'આવા પોલીસવાળાને રાજકારણનો શોખ હોય તો...', ગેનીબેન ઠાકોરના થરાદ PSI પર પ્રહાર

    MOST READ