ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આ શહેરોમાં લાવશે પૂર! અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી અનેક શહેર-ગામો પાણી-પાણી થઈ ગયા હતા તો ક્યાંક પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. આ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદની વધુ એક મોટી આગાહી કરી છે.
ADVERTISEMENT
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી અનેક શહેર-ગામો પાણી-પાણી થઈ ગયા હતા તો ક્યાંક પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી. જોકે હવે વરસાદ ઉત્તર ગુજરાત તરફ વળ્યો છે અને મંગળવારે પાટણ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં વરસાદ ભારે વરસાદ પડ્યો હતો. આ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદની વધુ એક મોટી આગાહી કરી છે.
ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ગુજરાતમાં વરસાદી માહોલ
અંબાલાલ પટેલે ગુજરાત તક સાથે વાત કરતા જણાવ્યું કે, આગામી દિવસોમાં 3, 4, 5 અને 6 ઓગસ્ટમાં ભારે વરસાદ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં ભારે વરસાદની શકયતા રહેશે. તેમાં પણ વલસાડના ભાગોમાં મૂસળધાર વરસાદ વરસી શકે છે. આ બાદ 12 અને 13 ઓગસ્ટે પણ ભારે વરસાદની આગાહી રહેશે. દરમિયાન વલસાડ તથા વડોદરાના ભાગોમાં પૂરની સ્થિતિ રહેશે.
મધ્ય ગુજરાતમાં સર્જાઈ શકે પૂરની સ્થિતિ
તેમણે વધુમાં કહ્યું કે, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પુરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે. પંચમહાલ, બનાસકાંઠા, ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડવાની શકયતા રહશે. મધ્ય પ્રદેશમાં લો પ્રેશર અને અરબસાગરમાં હવાનું હળવું દબાણ થતા ગુજરાતમાં વરસાદની શકયતા રહશે.
ADVERTISEMENT
ADVERTISEMENT