Gujarat Rain: અંબાલાલ પટેલની નવી આગાહી, દક્ષિણ ગુજરાતમાં આ જિલ્લાઓમાં 7-8 ઈંચ વરસાદ ખાબકશે
Gujarat Rainfall Forecast: ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. રાજ્યમાં આજથી તેમણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ADVERTISEMENT
Gujarat Rainfall Forecast: ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. રાજ્યમાં આજથી તેમણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં ક્યારે વરસાદની આગાહી?
અંબાલાલ પટેલે કહ્યું કે, 24થી 26 જૂન દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર વધશે. આહવા, ડાંગ, વલસાડમાં 7થી 8 ઈંચ જેટલો વરસાડ નોંધાઈ શકે છે. તો સુરત, નવસારી અને તાપીમાં પણ 4થી 5 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સંભાવના છે. તો મધ્ય ગુજરાતમાં પણ આગામી 3 દિવસમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. સાથે ઉત્તર ગુજરાતમાં 1 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે.
ભાવનગર જિલ્લામાં વરસાદનો વીડિયો
ADVERTISEMENT
ગુજરાતમાં વરસાદની ધમાકેદાર આગમન
બીજી તરફ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વરસાદનું ધમાકેદાર આગમન થઈ ગયું છે. જૂનાગઢમાં એક જ કલાકમાં ભારે વરસાદધી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જૂનાગઢ, વિસાવદર, ભેંસાણ, મેંદરડા, કેશોદ, વંથલી સહિતના તાલુકામાં ગાજવીજ સાથે વરસાદથી ગરમી વચ્ચે લોકોએ હાંશકારો અનુભવ્યો હતો. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. સાથે સોનપરી, ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા ડેમ, ભૂતિયા, મોટી પાણીયારી, અનિડા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું.
ગોંડલમાં વરસાદનો વીડિયો
ADVERTISEMENT
અમરેલીમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી અવિરત મેઘમહેર યથાવત છે. અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો રાજકોટના જેતપુર ગ્રામ્ય પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. પેઢલા, મંડલીકપૂર, ગુંદાળા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ADVERTISEMENT
બીજી તરફ પોરબંદરમાં પણ બરડા પંથકમાં વરસાદ પડ્યો હતો. જેના પગલે બગવદર, ખાંભોદર, રામવાવ અને કુણવદર સહિતના ગામોમાં ધોધમાર વરસાદથી વાડી-ખેતરો પાણીથી તરબોળ થયા હતા. મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.
ADVERTISEMENT