હજુ ચોમાસું પૂરું નથી થયું! અંબાલાલ પટેલે કહ્યું- આ તારીખો નોંધી લેજો, મેઘરાજા ગુજરાતમાં કરશે દે ધનાધન

ADVERTISEMENT

Ambalal Patel
અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી
social share
google news

Ambalal Patel: ગુજરાત (Gujarat)માં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે અને કેટલાંક સ્થળોએ તો ઉનાળા જેવી ગરમી પડી રહી છે. અમુક હવામાન નિષ્ણાંતોએ આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે, પરંતુ આવતીકાલે સોમવારે આવનારા ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનના તહેવારને ભારે વરસાદની બીક રાખ્યા વિના ઉજવી શકશે. રાજ્યમાં અમુક વિસ્તારોમાં રક્ષાબંધને હળવો વરસાદ પડી શકે છે, પરંતુ વરસાદી પાણી જમાં થાય તેવી જોરદાર બેટિંગ મેઘરાજા કરવાના નથી.

17થી 22 હળવા વરસાદની સંભાવનાઃ અંબાલાલ

ગુજરાતમાં વરસાદની આગાહી કરતા જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel)એ જણાવ્યું છે કે, 17થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તો આવતા અઠવાડિયે દાંતા, અંબાજી, અરવલ્લીના શામળાજીમાં ભારે વરસાદ પડી શકે છે. 

'22થી 30 ઓગસ્ટ અતિભારે વરસાદની આગાહી'

અંબાલાલ પટેલે જણાવ્યું કે, 17થી 22 ઓગસ્ટ દરમિયાન અમદાવાદ, ગાંધીનગરમાં સાવ હળવો વરસાદ થઈ શકે છે. આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. તો 22થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમના તેમજ અરબી સમુદ્ર સિસ્ટમના કારણે આ સમયગાળા દરમિયાન અતિભારે વરસાદ પડી શકે છે.

ADVERTISEMENT

નવી 2-2 વરસાદી સિસ્ટમ થશે સક્રિયઃ અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલ મુજબ, ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી. નવી બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા મન મૂકીને વરસશે. 22થી 30 ઓગસ્ટ સુધી બે વરસાદી સિસ્ટમ બનશે. 20મી ઓગસ્ટથી અરબ સાગરમાં સિસ્ટમ બનશે જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને કર્ણાટક સુધી વરસાદ લાવશે. આ બાદ 22થી 30 ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરની સિસ્ટમની અસર થશે અને ગુજરાતમાં વરસાદ લાવશે. 

7 સપ્ટેમ્બર સુધી કેટલાક ભાગોમાં પડશે ભારે વરસાદ

તેમણે જણાવ્યું કે, ઓગસ્ટના અંતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે તો 7 સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. જે મુજબ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT