નર્મદા નદી બની ગાંડીતુર: અંકલેશ્વરમાં પુરની સ્થિતિ, 13 ગામમાંથી 800 લોકોને ખસેડાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભરૂચ : સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 5.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જો ઉપરથી પાણીની આવક યથાવત્ત રહેશે તો હજી વધારે પાણી પણ છોડવામાં આવી શકે છે. જેના કારણે હાલ તો નર્મદા કિનારાના તમામ જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તેના પગલે હાલ તંત્ર પણ સાબદું બન્યું છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાંથી કુલ 800 કરતા પણ વધારે લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાલ જળપ્રલય જેવી સ્થિતિ છે. રોડ હોય કે નદી બધે જ પાણીપાણી છે. જેના કારણે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

તબક્કાવાર રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે
ઉપરવાસમાં સતત વરસાદના કારણે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તબક્કાવાર છોડાઇ રહેલા પાણીને કારણે નર્મદાનદી જાણે ફરી વાર ન માત્ર જીવંત થઇ છે પરંતુ પોતાના તોફાની સ્વરૂપને પણ પ્રાપ્ત કરી ચુકી છે. હાલ નર્મદા નદી ગાંડીતુર બનીને બેકાંઠી વહી રહી છે. કાલના એક જ દિવસમાં કુલ 5.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે ભરૂચના ગોલ્ડબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. હાલ પાણી 24 ફૂટની સપાટીએ વહી રહ્યું છે જે હાઇએલર્ટ મોડ પર છે. સતત ઓમકારેશ્વર ડેમમાંથી થઇ રહેલી આવકના કારણે આ સ્થિતિ સર્જાઇ છે. સરદાર સરોવરમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉપરવાસમાં ઓમકારેશ્વર ડેમમાંથી સતત થઇ રહી છે આવક
નર્મદાડેમમાંથી સતત થઇ રહેલી પાણીની આવકના કારણે તમામ જિલ્લા તંત્ર સાબદું છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામતણ સ્થળે ખસી જવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. કરજણ,ડભોઇ અને શિનોર તાલુકાના લોકોને ખાસ એલર્ટ રહેવા માટે સુચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તાર અને કિનારાના વિસ્તારનાં 800 થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત દક્ષિણની અનેક નદીઓ ગાંડીતુર બનીને વહી રહી છે. હાલમાં ઉત્તરગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.

ADVERTISEMENT

3 તાલુકા અને 13થી વધારે ગામડાઓ એલર્ટ પર
અંકલેશ્વરમાં 24 ફૂટની ભયજનક સપાટી વટાવીને હાલ પાણી વહી રહ્યું હોવાના કારણે અંકલેશ્વરમાં પુરની શક્યતા છે. જેના કારણે અનેક કિનારાના વિસ્તારમાં બચાવકામગીરી શરૂ કરી દેવાઇ છે. અંકલેશ્વરના સરફુદ્દીન, ખાલપીયા, જુના છાપરા, જુના કાશીયા, બોરભાઠા બેટ, સક્કરપોર, જુના પુનગામ, બોરભાઠા, જુના તરીયા, જુના ધંતુરીયા, જુના દિવા સહીતના 13થી વધારે ગામોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત જિલ્લાના તમામ વહીવટી સ્ટાફની રજા રદ્દ કરી દેવાઇ છે. તમામ તંત્ર એલર્ટ પર છે. આ ગામોના સરપંચ અને તલાટીઓને સ્થળ પર હાજર રહેવા જણાવાયું છે.

    follow whatsapp

    ADVERTISEMENT