Vadodara Harni Lake Tragedy: વડોદરા બોટ દુર્ઘટના મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારે મૃતકો માટે સહાયની કરી જાહેરાત
Students drowned in Vadodara’s Harani Lake: વડોદરામાં (Vadodara) મોટી દુર્ઘટના સર્જાઈ છે. વડોદરાના હરણી તળાવ (Harni Lake) ખાતે પ્રવાસે ગયેલા બાળકોની બોટ ડૂબી જતાં 13…
ADVERTISEMENT
Students drowned in Vadodara’s Harani Lake: વડોદરામાં (Vadodara) મોટી દુર્ઘટના સર્જાઈ છે. વડોદરાના હરણી તળાવ (Harni Lake) ખાતે પ્રવાસે ગયેલા બાળકોની બોટ ડૂબી જતાં 13 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. હજુ મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે. આ બનાવને પગલે આખું રાજ્ય હચમચી ઉઠ્યું છે. હરણી તળાવ ખાતે હજુ પણ NDRFની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા છે.
PMએ સહાયની જાહેરાત કરી
આ ઘટના બાદ પીએમ મોદીએ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમજ મૃતકો અને ધાયલો માટે સહાયની જાહેરાત પણ કરી છે.MNRF તરફથી 2 લાખ રૂપિયા દરેક મૃતકના પરિવારજનોને તેમજ ઈજાગ્રસ્તોને રૂપિયા 50, હજારની સહાયની પણ જાહેરાત કરી છે.
Distressed by the loss of lives due to a boat capsizing at the Harni lake in Vadodara. My thoughts are with the bereaved families in this hour of grief. May the injured recover soon. The local administration is providing all possible assistance to those affected.
An ex-gratia…
— PMO India (@PMOIndia) January 18, 2024
ADVERTISEMENT
રાજ્ય સરકારે પણ મૃતકો માટે સહાયની જાહેરાત કરી
કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ હરણી તળાવની દુર્ઘટના સહાયની જાહેરાત કરી છે. પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000 ની સહાય કરશે.
હરણી તળાવની દુર્ઘટનામાં તંત્ર દ્વારા રાહત-બચાવ અને સારવારની કામગીરી ચાલુ છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 18, 2024
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ વ્યકત કરી સંવેદના
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.
ADVERTISEMENT
હરણી તળાવની દુર્ઘટનાને લઈને ખૂબ વ્યથિત છું. કાળ જ્યારે માસૂમ બાળકોને માતાપિતા પાસેથી છીનવી લે ત્યારે તેમના હૃદય પર શું વીતે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
તંત્ર સાથે સતત સંકલનમાં છું અને અન્ય કાર્યક્રમ સ્થગિત કરીને વડોદરા જવા નીકળી રહ્યો છું. હાલ તંત્ર દ્વારા તાકીદે રાહત-બચાવ…
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 18, 2024
ફાયર વિભાગ અને સ્થાનિક તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે
આ ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગ અને સ્થાનિક તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. તમામ બાળકોની શોધખોળ ચાલી રહી છે. આ ઉપરાંત બાળકોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. ન્યૂ સનરાઇઝ શાળાના (new sunrise school) વિદ્યાર્થીઓ સાથેની એક બોટ પલટી ગઇ હતી. કુલ 27 વિદ્યાર્થીઓ બોટ પર સવાર હતા. હાલ ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રેસક્યું ચલાવવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT