ગુજરાતમાં ફરી વાતાવરણ પલટાશે, અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather Update: ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડતા ખેતરમાં ઊભા પાકને નુકસાન થયું હતું.
ADVERTISEMENT
Gujarat Weather Update: ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડતા ખેતરમાં ઊભા પાકને નુકસાન થયું હતું. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાની આગાહીથી ખેડૂતો ચિંતિત બન્યા છે. આગામી 8થી 11 માર્ચ દરમિયાન કચ્છ તથા ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે.
આ પણ વાંચો: Kinjal Dave 'ચાર-ચાર બંગડીવાળું' ગીત હજુ નહીં ગાઈ શકે, હાઈકોર્ટે ગીત પરનો સ્ટે લંબાવ્યો
ગુજરાતમાં ક્યારે વરસાદની આગાહી?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 8થી 11 માર્ચ દરમિયાન દિવસોમાં કચ્છ તથા ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે અને પવન તથા વાદળછાયું વાતાવરણ રહેશે. તો 18 અને 20 માર્ચ દરમિયાન પણ વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવેલી છે.
આ પણ વાંચો: BIG BREAKING: રાજસ્થાનના CM ભજનલાલ શર્માને થયો કોરોના, આપ્યું હેલ્થ અપડેટ
માર્ચ તાપમાન 2-3 ડિગ્રી જેટલું વધશે
તો બીજી તરફ મૌસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, ગજુ બે દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. આ બાદ માર્ચ મહિનામાં ભારે ગરમી પડશે. અલ નીનોની અસરના કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશે અને લઘુત્તમ તાપમાન 2-3 ડિગ્રી જેટલું વધવાની શક્યતા છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે, માર્ચ મહિનાની શરૂઆત થતા જ રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડતા ખેતરમાં ઊભા પાકને નુકસાન થયું હતું. તો અમુક જગ્યાએ બરફના કરા પણ પડ્યા હતા. અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT