Kinjal Dave 'ચાર-ચાર બંગડીવાળું' ગીત હજુ નહીં ગાઈ શકે, હાઈકોર્ટે ગીત પરનો સ્ટે લંબાવ્યો

ADVERTISEMENT

Kinjal Dave
Kinjal Dave
social share
google news

Kinjal Dave: લોકપ્રિય ગાયક કલાકાર કિંજલ દવેના 'ચાર-ચાર બંગડીવાળી ગાડી' ગીતનો વિવાદ હજુ પણ શાંત નથી થઈ રહ્યો. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગીત ગાવા પર સ્ટે આપવામાં આવ્યો હતો. જેને હાઈકોર્ટે હજુ લંબાવ્યો છે. જેથી કિંજલ દવે આ ગીત હવે 26 માર્ચ સુધી નહીં ગાઈ શકે.  

આ પણ વાંચો: '... અંબાણીનું આમંત્રણ ન મળ્યું', નયનાબા જાડેજાએ ભાભી રિવાબા અને ભાઈ રવિન્દ્ર પર સાધ્યું નિશાન

હાઈકોર્ટે ગીત પરનો સ્ટે લંબાવ્યો

'ચાર-ચાર બંગડીવાળી ગાડી' ગીતથી જાણીતા બનેલા કિંજલ દવેના આ ગીત ગાવા પર હાઈકોર્ટે સ્ટે મૂક્યો હતો. જેને હવે હાઈકોર્ટે વધુ લંબાવ્યો છે. કિંજલ દવે 26 માર્ચ સુધી સ્ટેને લંબાવ્યો છે. આથી તે હવે ત્યાં સુધી આ ગીત ગાઈ શકશે નહીં. ખાસ છે કે રિબોન એન્ટરટેઈનમેન્ટ દ્વારા સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સેશન્સ કોર્ટે અગાઉ કોપિરાઈટના દાવાની અરજી ફગાવી હતી. ત્યારે કેસ હાઈકોર્ટમાં પહોંચતા કિંજલ દવેના જાહેરમાં ગીત ગાવા પર રોક લગાવી દેવામાં આવી હતી. આ અંગ 26 માર્ચે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. 

આ પણ વાંચો: Vadodara: દારૂના વેપલામાં ડભોઈના ભાજપના કોર્પોરેટરનું ખુલ્યું નામ, પાર્ટીએ તાબડતોબ લીધું એક્શન

શું હતો મામલો?

ખાસ છે કે, 20 ડિસેમ્બર 2016ના રોજ RDC યુ-ટ્યુબ ચેનલ પર ચાર-ચાર બંગડીવાળી ગાડી ગીત અપલોડ થયું હતું. બાદમાં જાન્યુઆરી 2017માં રેડ રિબિન એન્ટરટેઈનમેન્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ ગીત ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે નવેમ્બર 2015માં લખ્યું હતું અને તેણે 29 સપ્ટેમ્બર 2016ના રોજ કાઠિયાવાડી કિંગ્સ યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો. 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT