'... અંબાણીનું આમંત્રણ ન મળ્યું', નયનાબા જાડેજાએ ભાભી રિવાબા અને ભાઈ રવિન્દ્ર પર સાધ્યું નિશાન

ADVERTISEMENT

Rajkot News
ફરી નણંદ-ભાભીનો ખટરાગ આવ્યો સામે!
social share
google news


Rajkot News: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં નણંદ-ભાભી વચ્ચેનો વિખવાદ જૂનો અને જાણીતો છે. નણંદ-ભાભી વચ્ચેનો વિખવાદ મીડિયામાં હેડલાઈન્સમાં રહે છે. ત્યારે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની ફેસબુક પોસ્ટથી ફરીથી નણંદ ભાભી વચ્ચેનો ખટરાગ સામે આવ્યો છે. જોકે, નયનાબા જાડેજાએ થોડીવારમાં જ આ પોસ્ટને ફેસબુકમાંથી હટાવી દીધી હતી, પરંતુ ત્યાં સુધીમાં જ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. 

જામનગરમાં યોજાઈ હતી અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની 

હકીકતમાં તાજેતરમાં જ ભારતના સૌથી ધનિક વ્યક્તિમાંથી એક મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીની જામનગર ખાતે પ્રી-વેડિંગ સેરેમની યોજાઈ હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીમાં દેશ-વિદેશની મોટી-મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. જેના અનેક ફોટા-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જોકે, આ પ્રી-વેડિંગ સેરેમનીમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા જોવા મળ્યા નહતા. 

વધુ વાંચો... Ravindra Jadeja: ‘જાડેજા પરિવાર’માં પહેલા પણ થયો વિખવાદ, રિવાબાએ સસરા અને નણંદ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો

નયનાબાની પોસ્ટે ચર્ચા જગાવી

મામલે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના મોટા બહેન નયનાબા જાડેજાએ નામ લીધા વગર રિવાબા અને રવિન્દ્ર જાડેજા પર નિશાન સાધ્યું હતું. અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં દેશ-વિદેશના ક્રિકેટરોને આમંત્રણ અપાયું હતું, જ્યારે મૂળ જામનગરના જ સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને કેમ આમંત્રણ ન મળ્યું તેને લઈને તેઓએ ફેસબુક પોસ્ટ કરી હતી. 

આ પણ વાંચો

ADVERTISEMENT

ફરી નણંદ-ભોજાઈનું સો.મીડિયા યુદ્ધ જામશે?

તેઓએ ફેસબુક પર લખ્યું હતું કે,'એક વાત પૂછવી તી, અયોધ્યાના આમંત્રણ આવ્યા અને અંબાણીના આમંત્રણ ન મળ્યા'  નયનાબા જાડેજાની આ ફેસબુક પોસ્ટ ફરી ચર્ચાનો વિષય બની છે. નયનાબાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે. નયનાબાની ફેસબુક પોસ્ટ બાદ ફરી નણંદ ભોજાઈનું સોશિયલ મીડિયા યુદ્ધ જામશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. 

વધુ વાંચો...Rivaba jadeja: ચા અને કિટલી બંને ગરમ! રિવાબાના ડ્રાઇવરે વિધાનસભામાં પોલીસ-સિક્યુરિટી ઑફિસરને ધમકાવ્યાં

રામ મંદિર મુદ્દે થયું હતું શાબ્દિક વૉર

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રામ મંદિર મુદ્દે નયનાબા અને રિવાબા સામ-સામે આવી ગયા હતા. અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટન મુદ્દે નણંદ-ભાભી વચ્ચે શાબ્દિક વૉર શરૂ થયું હતું.  જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજનીતિ ન થાય અને તમામ લોકો ધર્મને ધ્યાનમાં રાખીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપે તેવું નિવેદન આપ્યું હતું. જેના પર નયનાબા જાડેજાએ વીડિયો પોસ્ટ કરીને રિવાબા જાડેજાને આડે હાથ લીધા હતા. 

ADVERTISEMENT


ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT