માર્ચનું માવઠું ખેડૂતોની આંખમાંથી વહેશે, આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી

ADVERTISEMENT

Ahmedabad rain22
Ahmedabad rain22
social share
google news

અમદાવાદ: રાજ્યમાં એક તરફ આકરો ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે બીજી તરફ માર્ચનું માવઠું ખેડૂતોની આંખમાં ફરી વળ્યું છે. આ દરમિયાન વેસ્ટન ડિસ્ટર્બન્સ અને સાક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં છેલ્લા 4 દિવસથી છૂટોછવાયો કમોસમી વરસાદ થયો હતો અને હજુ પણ આગામી 24 કલાક કમોસમી વરસાદની સંભાવના છે.

કમોસમી વરસાદ સાથે ભારે પવનના અને ગાજવીજના કારણે ઘઉ અને કેરી સહિતના પાકને વ્યાપક પણે નુકસાન થયું છે. ત્યારે આગામી 24 કલાક દરમિયાન દાહોદ, ડાંગ, ભાવનગર અને અમરેલીમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. આવતીકાલથી ગુજરાતમાં વાતાવરણ સૂકું થઇ જશે.

ગરમીમાં થશે વધારો
આગામી 24 કલાક ફરી વરસાદની આગાહી છે. ત્યારે બીજી તરફ હવામાન વિભાગનું અનુમાન છે કે, 24 કલાક બાદ ગુજરાત પરથી વાદળો હટી જશે.અને આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આ સાથે જ મહત્તમ તાપમાન આગામી 48 કલાક યથાવત રહેશે અને 48 કલાક બાદ મહત્તમ તાપમાન 3થી 5 ડીગ્રી વધી જશે. જેના કારણે ગરમીના પ્રમાણમાં વધારો થશે. અમદાવાદનું મહત્તમ તાપમાન 36 ડીગ્રી આસપાસ રહેવાની શક્યતા છે અને લઘુતમ તાપમાન 20.6 ડીગ્રી નોંધાયું છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: દારૂની હેરાફેરીના કેસમાં અરવલ્લી જિલ્લા પોલીસે કરી મોટી કાર્યવાહી, લેવાયા આવા એક્શન

જાણો શું કહે છે અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમામ છે કે, ગુજરાતમાં આ વખતે ઉનાળો આવશે જ નહીં. ગુજરાતમાં 12 મી માર્ચ પછી હવામાન પલટાતા 14, 15 16 અને 17 માં ફરી વાર વરસાદની શક્યતા છે, જયારે 24 અને 25 માર્ચમાં પણ દરિયા કિનારે ભારે પવન ફુંકાતા હવામાનમાં પલટો આવી શકે છે. માર્ચમાં ગરમી પણ વધારે પડશે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT