ગુજરાતમાં ભારે પવન-વરસાદ અનેક હોર્ડિંગ્સ અને છાપરા ઉડ્યા: બે મહિલાના મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં હાલમાં વરસાદી માહોલ બન્યો છે. છેલ્લા ઘણા સમયથી તેની આગાહી ગુજરાત હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી. તે પછી હવે ગુજરાતમાં ઠેરઠેર વવરસાદ વરસી રહ્યો છે. હાલમાં ઘણા વિસ્તારોમાં પવન ઝડપી ગતીએ ફૂંકાતા ઘણા વૃક્ષ ધરાશાયી થયા છે. કેટલાક સ્થાનો પર કરા પડ્યા છે. ભારે પવન અને વરસાદમાં બે મહિલાઓના મોત પણ નીપજ્યા છે. જંબુસરમાં ઝાડ પડતા અને હિંમતનગરમાં વીજળીનો થાંભલો પડતા આ મહિલાઓના મોત નિપજ્યા હતા.

ગુજરાતમાં 425 કરોડનું ડ્રગ્સ ઘૂસાડવાનું ATS-કોસ્ટગાર્ડે બનાવ્યું નાકામ, 5 ઝડપાયા

‘વધુ એક માવઠાની શક્યતા’
ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેતીને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 8મી માર્ચ સુધી માવઠાની આગાહી કરી છે તો આગામી સમયમાં પણ માર્ચ મહિનામાં વધુ એક માવઠું પડવાની શક્યતાઓ પણ વર્ણવી છે. લગભગ 60થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હોવાથી ઘણા વિસ્તારોમાં છતના છાપરા ઉડી ગયા છે તો ઘણા સ્થાનો પર હોર્ડિંગ્સ ઉડી ગયા છે.

ગુજરાત સરકારને નડી મોંઘવારી, ખર્ચા દોઢા વધ્યા

હોલીકા દહનમાં પડી મુશ્કેલીઓ
અમદાવાદ, ભરૂચ, આણંદ, અરવલ્લી, રાજકોટ, સુરત, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છથી લઈને વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં ભારે વરસાદે જનજીવનને અસર પહોંચાડી હતી. તોફાની પવન સાથે માવઠું પડ્યું હતું. વીજળીઓ અને વરસાદને પગલે લોકો જ્યાં હોલીકા દહન દ્વારા ઉજવણી કરવા તૈયાર હતા ત્યાં ભારે તકલીફો ઊભી થઈ હતી.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT