Breaking News: સુરેન્દ્રનગરના દેવપરા ગામે સર્જાય દુર્ઘટના, ગેસ ગળતર થતા 3નાં મોત
જીલેટીન વડે બ્લાસ્ટિંગ થયા બાદ ગેસ ગળતરની ઘટના બની હતી જેના કારણે 6 શ્રમિકો કોલસાની ખાણમાં ફસાયા
ADVERTISEMENT
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના થાન દેવપરા ગામેં એક મોટી દુર્ઘટના સર્જાય છે. કોલસાની ખાણમાં 6 મજૂરો ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ગેસ ગળતરની ઘટનામાં 6 શ્રમિકો ફસાયા
મળતી માહિતી મુજબ, કોલસાની ખાણોમાં જીલેટીન વડે બ્લાસ્ટિંગ થયા બાદ ગેસ ગળતરની ઘટના બની હતી જેના કારણે 6 શ્રમિકો કોલસાની ખાણમાં ફસાયાનો અહેવાલ છે.
૩ પર પ્રાંતીય શ્રમિકોના મોત નિપજયાં
સુરેન્દ્રનગર જિલ્લાના થાન મૂળી અને સાયલા સહિતના ગામોમાં અવારનવાર ખનન ચોરી દરમિયાન મજૂર વર્ગના અકસ્માતોની ઘટનાઓના સમાચાર સામે આવતા હોય છે. મુળી તાલુકાના દેવપરા ગામની સીમમાં દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં બ્લાસ્ટિંગ દરમિયાન ગેસ ગળતર ૩ પર પ્રાંતીય શ્રમિકોના મોત નિપજયાં છે.
ADVERTISEMENT
પોલીસ સહિતના અધિકારીઓની ટીમે ઘટના સ્થળે
ઉલ્લેખનિય છે કે અહીં 6 જેટલા શ્રમિકો ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ખોદકામ કરી રહ્યા હતા તે દરમિયાન જીલેટીન વડે બ્લાસ્ટિંગ થયા બાદ ગેસ ગળતરની ઘટના બની હતી.શ્રમિકોને ઝેરી ગેસની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ સહિતના અધિકારીઓની ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT