ગોંડલના જયરાજસિંહ સામે પણ થશે ફરિયાદ? સંજય સોલંકીએ કર્યો મોટો ધડાકો

ADVERTISEMENT

Gondal Jayrajsinh Jadeja
જયરાજસિંહ જાડેજાની વધશે મુશ્કેલી?
social share
google news

Gondal Jayrajsinh Jadeja: ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ  ગોંડલ સામે એટ્રોસિટી અને અપહરણ સહિતની ફરિયાદ નોંધાઈ હતી. ગણેશ ગોંડલે જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ગણેશ ગોંડલ સહિતના આરોપીઓની ધરપકડ પણ થઈ ચૂકી છે. પરંતુ પીડિત સંજય સોલંકી, તેમના પિતા અને દલિત સમાજના આગેવાનો હજુ પણ આ મામલે આકરા પાણીએ છે.

આ પણ વાંચોઃ 'હું રાજુમાંથી રફીક બનવાનો છું...', ગણેશ ગોંડલ કેસમાં પીડિતના પિતાએ ઉચ્ચારી ચીમકી

 

સંજય સોલંકીએ પોલીસને કરી અરજી 

ગણેશ જાડેજા દ્વારા માર મારવા મામલે સંજય સોલંકીએ ગોંડલના જયરાજસિંહ જાડેજાને આ ગુનામાં આરોપી બનાવવાની માંગ કરી છે. સંજય સોલંકીએ લેખિત અરજીમાં જણાવ્યું છે કે, અમારી મૂળ ફરિયાદમાં આપ દ્વારા કલમ 120 (બી)નો ઉમેરો કરેલો હોય, અમનો પુરી શંકા છે કે આ ગુનાહીત કાવતરું રચવામાં આરોપી ગણેશ જાડેજાના પિતા જયરાજસિંહ જાડેજા પણ સામેલ હોય તેવું લાગી રહ્યું છે. 

ADVERTISEMENT

'જયરાજસિંહને આરોપી બનાવવામાં આવે'

સંજય સોલંકીએ જણાવ્યું છે કે, અગાઉ પણ આ જયરાજસિંહ જાડેજાને નામદાર કોર્ટ દ્વાર નિલેશ રૈયાણી હત્યા કેસમાં જન્મટીમની સજા અપાયેલી છે, જેથી આરોપીના પિતા ક્રિમિનલ માઈન્ડ ધરાવતા હોય તેઓને પણ યોગ્ય તપાસ કરી આ ગુન્હામાં કલમ 120 (બી) મુજબ આરોપી બનાવવા અમારી માંગ છે. 

આ પણ વાંચોઃ ગણેશ ગોંડલની વિરુદ્ધમાં મહાસંમેલનઃ દલિત સમાજમાં ભારે આક્રોશ, પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો

 

ADVERTISEMENT

અમને પોલીસ રક્ષણ આપવામાં આવેઃ સંજય સોલંકી

સંજય સોલંકીએ અરજીમાં વધુમાં જણાવ્યું છે કે, અમારી ફરિયાદથી જે લોકો આરોપી બની રહ્યા છે, તે લોકો પૈસા પાત્ર, મોટી વગ ધરાવતા, ગુનાહીત ઈતિહાસ ધરાવતા લોકો હોય, તેઓના દ્વારા અમો ફરિયાદી કે મારા પિતા રાજુભાઈ સોલંકી કે અમારા સોલંકી પરિવારના કોઈ સભ્ય પર હુમલો થાય કે કોઈની હત્યા થાય તેવી પૂરી સંભાવના હોય, મને, મારા પિતા તથા મારા પરિવારને યોગ્ય હથિયારધારી પોલીસ રક્ષણ પૂરું પાડવા અમારી માંગણી છે. 

ADVERTISEMENT

હું રાજુમાંથી રફીક બનાવાનો છુંઃ રાજુ સોલંકી

આ પહેલા પીડિત સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ કહ્યું હતું કે, ઉના કાંડને આઠ વર્ષ પુરા થયા બાદ પણ ઉના કાંડના પીડિતોને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી. ત્યારે ફરી નવું ગોંડલ ગણેશ કાંડ થયું છે. જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્યો જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્યો ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ મારા દીકરાનું અપહરણ કરી માનવ જાતને ન શોભે તેવા વીડિયો બનાવી બંદુકો બતાવી અપરણ કરી માર મારી મારા દીકરાને ફરી જુનાગઢ છોડી ગયા હતા. ત્યારે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે કે તેમને લોકોનું રક્ષણ કરવું જોઈએ. ત્યારે આવનાર સમયમાં જો યોગ્ય ન્યાય નહીં મળે તો 150થી વધુ પરિવારો ધર્મ પરિવર્તન કરશે. હું પણ રાજુમાંથી રફીક બનવાનો છું.

MLA ગીતાબાના રાજીનામાની માંગ

જણાવી દઈએ કે, ગણેશના માતા MLA ગીતાબાનું રાજીનામુ લેવાય તેવી માંગ છે. આ સાથે જયરાજસિંહને ભાજપમાંથી સસ્પેન્ડ કરીને તેની ધરપકડ કરવાની પણ માંગ છે અને ઉનાકાંડમાં થયેલા ખોટા કેસ પરત ખેંચવાની પણ માંગણી કરાઈ છે. આ સિવાય ગણેશ જાડેજાને કડક સજા અપાવવાની પણ માંગ છે.


ઈનપુટઃ ભાર્ગવી જોશી, જૂનાગઢ

    follow whatsapp

    ADVERTISEMENT