ગણેશ ગોંડલની વિરુદ્ધમાં મહાસંમેલનઃ દલિત સમાજમાં ભારે આક્રોશ, પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો
Ganesh Gondal News: છેલ્લા કેટલાક દિવસોથી ગોંડલના જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજાનો મામલો ચર્ચામાં છે. જૂનાગઢના દલિત યુવાન સંજય સોલંકીનું કથિત રીતે અપહરણ કરીને માર મારવા મામલે ગણેશ જાડેજા સહિત તેના સાગરીતોની ધરપકડ કરીને જેલ ભેગા કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
Ganesh Gondal News: છેલ્લા કેટલાક દિવસોથી ગોંડલના જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજાનો મામલો ચર્ચામાં છે. જૂનાગઢના દલિત યુવાન સંજય સોલંકીનું કથિત રીતે અપહરણ કરીને માર મારવા મામલે ગણેશ જાડેજા સહિત તેના સાગરીતોની ધરપકડ કરીને જેલ ભેગા કરવામાં આવ્યા છે. છતાં અનુસૂચિત જાતિનાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, તેઓ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આજે અનુસૂચિત જાતિ દ્વારા જૂનાગઢથી ગોંડલ બાઈક રેલી અને ગોંડલમાં અનુસૂચિત જાતિની પ્રતિકાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે ગોંડલમાં મહાસંમેલનનું આયોજન
આજે અનુસૂચિત જાતિના અંદાજે એક હજાર જેટલા લોકો આજે બાઈક રેલી સાથે ગોંડલ જવા રવાના થયા છે. જૂનાગઢ ઉપરાંત જેતપુર,ગુંદાળા ચોકડી અને ગોંડલના અનુસૂચિત જાતિના લોકો સહિત ગુજરાતભરમાંથી લોકો આ રેલીમાં જોડાયા છે. તેઓની એક જ માંગ છે કે આરોપીઓ સામે ગુજસી ટોકની કલમ લાગુ કરવામાં આવે છે.
ADVERTISEMENT
ગોંડલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
અનુસૂચિત જાતિ સમાજની રેલીને પગલે ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ગોંડલમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગોંડલમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, મોરબી જિલ્લાનો પોલીસ સ્ટાફ ગોંડલ ખાતે ગોઠવવામાં આવ્યો છે. જેમાં 4 Dy.SP , 11 PI, 34 PSI, 4 ઘોડેસવાર પોલીસ, 400 પોલીસ, 12 ટીઆરપી, 95 હોમગાર્ડ સહિત અદાજે 600 જેટલા પોલીસ કર્મચારીઓને ગોંડલમાં તૈનાત કરાયા છે. ગોંડલના ધારાસભ્ય ગીતબા જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ગોંડલ માર્કેટ યાર્ડ આજે બંધ
એક બાજુ સંજય સોલંકીને માર મારવા મામલે અનુસૂચિત જાતિના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તો ગોંડલના પૂર્વ ધારાસભ્યના પૂત્ર ગણેશ જાડેજાના સમર્થનમાં ગોંડલ માર્કેટ યાર્ડ બંધ પાળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT