વડોદરામાં ચા પીવા સાથે કપ ખાઈ જવાનો નવો ટ્રેન્ડ
વડોદરા, દિગ્વિજય પાઠક: ગુજરાતમાં ચા એટલે દરેક પરિસ્થિતિનો સાથી, મુસીબત હોય કે કોઈ ખુશી દરેક સમયે ચા તો ગુજરતીનું સ્પેશિયલ પીણું થઈ ગયું છે. ચામાં…
ADVERTISEMENT
વડોદરા, દિગ્વિજય પાઠક: ગુજરાતમાં ચા એટલે દરેક પરિસ્થિતિનો સાથી, મુસીબત હોય કે કોઈ ખુશી દરેક સમયે ચા તો ગુજરતીનું સ્પેશિયલ પીણું થઈ ગયું છે. ચામાં પણ અનેક પ્રકાર છે. હવે અલગ અલગ ચા વચ્ચે નવો ટ્રેન્ડ શરૂ થયો છે. વડોદરામાં જે કપમાં ચા આપવામાં આવે છે તે ચાના કપને લોકો ખાઈ શકે છે. જી, હા.. ચાના કપને ખાઈ જવાનો. લોકો અલગ અલગ આઇડયાથી માર્કેટમાં આવતા હોય છે અને છવાઈ જતાં હોય છે આવું જ કઈક વડોદરામાં થયું છે.
ચા પીઓ અને એ કપ ખાઈ જાવ જેમાં તમને ચા આપવામાં આવી છે. છે ને અચરજ વળી વાત. વડોદરાના ચાર છોકરાઓએ આ અનોખો કોન્સેપ્ટ શરૂ કર્યો છે. અનાથાલયમાં ઉછરેલા મિત્રો લવકુશ, વિકાસ, શંકર અને સૂરજે વડોદરામાં ચાની નાની દુકાન શરૂ કરી છે. આ ચાર મિત્રોમાંથી લવકુશ નાનપણથી સાંભળતો હતો કે પર્યાવરણ બચાવવા દરેકે કંઈક કરવું પડશે અને તેથી તેને આ ચાના વ્યાપારમાં પોતે પર્યાવરણને બચાવવા શું કરી શકે તે માટેની શોધખોળ શરુ કરી. અને તેને વિચાર આવ્યો કે લોકો ચાનો કપ ચા પીવે છે. તે કપ સામાન્ય રીતે ફેંકી દેવામાં આવે છે તેનો કોઈ ઉપાય શોધી શકાય?
આવા જ વિચારોમાં લવકુશે ઇન્ટરનેટ ઉપર શોધખોળ કરી અને તેને જાણવા મળ્યું કે ખાઈ શકાય તેવા કપ મળી શકે છે. લવકુશે આ કપ મંગાવ્યા. આ કપમાં લોકોને સ્વાદ આવે તે માટે આ મિત્રો કપમાં ચોકલેટ ફ્લેવર ઉમેરી દે છે જેથી ચા પીધા પછી કપમાંથી પણ ચોકલેટનો સ્વાદ આવે. આમ આ અલગ આઇડયાથી લોકોને ચા આપવાનું શરૂ કર્યું અને લોકો આ નવા કન્સેપ્ટનો આનદ લઈ રહ્યા છે. આ બાબતે ચાના વેપારી લવકુશે કહ્યું કે, લોકોને પણ આ આઈડિયા એકદમ અનોખો લાગી રહ્યો છે. લોકો આનંદ સાથે આવે છે અને ચા પીધા પછી એક કપ ખાવાનો આનંદ માણે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT