Heat Wave: ગુજરાત ફરી અગનભઠ્ઠીમાં શેકાશે! હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી હીટ વેવની આગાહી

ADVERTISEMENT

 Heat Wave
આકરો તાપ સહન કરવા રહેજો તૈયાર
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

બપોરે અનુભવાઈ રહી છે કાળઝાળ ગરમી

point

સ્થાનિક હવામાન વિભાગની આગાહી

point

બે દિવસ હીટવેવની હવામાન વિભાગની આગાહી

Heatwave Forecast In Gujarat: રાજ્યમાં અત્યારે વહેલી સવારે અને રાત્રે ઠંડક તેમજ બપોરે કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. જોકે, માર્ચ મહિનો જેમ જેમ તેના અંતિમ ચરણમાં આવી રહ્યો છે તેમ તેમ સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીનો પ્રકોપ તેના તીવ્ર સ્તરે પહોંચી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરીથી બે દિવસ હીટવેવની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગની હીટવેવની વોર્નિંગ

આ અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આજે ગુજરાતમાં હવામાન ડ્રાય રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ દિવસમાં વોર્મ નાઇટ રહેવાની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વોર્મ નાઇટ રહેવાની પણ સંભાવના છે.

આ પણ વાંચોઃ GSSSB Clerk Call Letter: વર્ગ-3 ની કુલ 5554 જગ્યાઓ માટે કૉલ લેટર જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

ભુજમાં નોંધાયું 41.6 ડિગ્રી તાપમાન

તેઓએ જણાવ્યું કે, આગામી ત્રણ દિવસ બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં એકથી બે ડિગ્રીનો ફોલ જોવા મળશે. તો ભુજમાં છેલ્લા 24 કલાકમાં અધિકત્તમ તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું છે. જે હીટવેવમાં ફોલ થઈ ગયું છે. અમદાવાદમાં 39.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

ADVERTISEMENT

આ પણ વાંચોઃ 'જેને ઘરમાં પત્ની પાણી પણ નથી પીવડાવતી તે અમને સલાહ આપે છે', નીતિન પટેલે વિરોધીઓને લીધા આડેહાથ

43 ડિગ્રીને પાર થઈ જશે તાપમાનનો પારો

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પોરબંદર, કચ્છ અને ગીર સોમનાથમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ હતી અને કેટલાક હવામાન નિષ્ણાંતો કહે છે ગુજરાતમાં આવતા ગુરુવાર સુધી તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થઈ જશે. રાજ્યભરમાં હાલ પણ અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. 


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT