GSSSB Clerk Call Letter: વર્ગ-3 ની કુલ 5554 જગ્યાઓ માટે કૉલ લેટર જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

ADVERTISEMENT

GSSSB Clerk Call Letter
ઉમેદવારો માટે ખાસ સૂચના
social share
google news

GSSSB Clerk Call Letter 2024: જુનિયર ક્લાર્ક સહિતની કેડરની પહેલી એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા માટેના કોલ લેટર આજથી ડાઉનલોડ થઈ શકશે. 31મી માર્ચ રાત્રી ના 11 -55 સુધી ઉમેદવારો ડાઉનલોડ કરી શકાશે. તારીખ પહેલી એપ્રિલથી શરૂ થનાર પરીક્ષા 9મી મે સુધી ચાલશે. ચૂંટણીના કારણે તારીખ છ અને સાત મે ના રોજ લેવામાં આવનારી પરીક્ષા મુલતવી રહી અને બીજી તારીખો ઉપર લેવામાં આવશે.

ઉમેદવારો માટે ખાસ સૂચના

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3 ( ગ્રુપ-A અને ગ્રુપ-B)ની સંયુક્ત પરીક્ષા (Gujarat Subordinate Services Class-III Combined Competitive Examination) માટે MCQ CBRT (Computer Based Recruitment Test)ના કોલલેટર ડાઉનલોડ કરવા માટે નીચેની વિગતે ઉલ્લેખિત તારીખ અને સમય દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી પ્રવેશપત્ર (કોલલેટર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ ડાઉનલોડ કરી શકાશે. આ સિવાય ખાસ સૂચના આપવામાં આવી છે કે  કોલલેટરની પ્રિન્ટ નકલ વગર ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો?

  • https://ojas.gujarat.gov.in વેબ સાઈટ પર જવું
  • MCQ-CBRT પદ્ધતિની પરીક્ષા માટેના ઉમેદવારોએ Call Letter પર Click કરવું 
  • ત્યારબાદ "Primary Exam Call Letter" પર "Click" કરીને Select Job ના બોક્ષમાંથી આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત Select કરીને નિયત બોક્ષમાં "Confirmation Number" તથા "Birth Date" ટાઇપ કરીને Print Call Letter પર “Click" કરવાથી અલગ Window માં આપનો Call Letter (પ્રવેશપત્ર) સ્ક્રીન પર દેખાશે.
  • જે Call Letter તથા તે સાથેની સૂચનાઓની પ્રીન્ટ મેળવી લેવાની રહેશે. (કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી છે).
  • ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ Call Letter તથા સૂચનાઓની વિગતો કે જે CBRT પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોઇ તે અચૂક ધ્યાનપૂર્વક વાંચવા સલાહ આપવામાં આવે છે.
  • ઓનલાઇન કોલલેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઇ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના હેલ્પલાઇન ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૯૧૬ પર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી શકાશે.

મોક ટેસ્ટની પ્રેક્ટીસ માટેની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324 માટે વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની 1 એપ્રિલથી CBRT (Computer Based Response Test) પધ્ધતિથી પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ થનાર છે. જેને લઈ મંડળ દ્વારા  ઉમેદવારો માટે CBRT (Computer Based Response Test) પદ્ધતિથી લેવામાં આવનાર હોઇ આ પરીક્ષા પધ્ધતિ વિશે જાણકારી મળી રહે તે માટે મોક ટેસ્ટની લિંક પ્રકાશિત કરવામાં આવી છે. આપેલ લિંક પર ક્લિક કરીને Sign in પર ક્લિક કરીને ઉમેદવાર એક કરતાં વધુ વખત મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો:-  RTE પ્રવેશ પ્રક્રિયાના સમયગાળામાં કરાયો વધારો, હવે આ તારીખ સુધી ફૉર્મ ભરી શકાશે

કેવી રીતે આપવી પ્રેક્ટિસ ટેસ્ટ?

સૌ પ્રથમ મંડળ દ્વારા જારી કરવામાં આવેલ https://g26.digialm.com/OnlineAssessment/index.html?32791@@M211 લિંક પર ક્લિક કરો
ત્યારબાદ ઓપન થયેલી વિન્ડોમાં Sign in પર ક્લિક કરવું 
પછી સામાન્ય સૂચનાઓની વિન્ડો ખુલશે જે વાંચી જેથી ઉમેદવારોને તમામ માહિતીની જાણકારી મળી રહી અને next પર ક્લિક કરો 
Next પર ક્લિક કર્યા બાદ એક વિન્ડો ઓપન થશે, જેમાં i am ready to beign pr ક્લિક કરવું 
ત્યારબાદ તમારી ટેસ્ટ શરૂ થઈ જશે, આ જ રીતે વર્ગ-3 ની પરીક્ષા લેવામાં આવશે જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી 
 

    follow whatsapp

    ADVERTISEMENT