Election Effect! 2006 પહેલાંના ફિક્સ પગારના કર્મચારી માટે લીધો સરકારે આ નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર કર્મચારીઓને અનેક રાહત આપવા લાગી છે. સરકારે આજે વધુ એક નિર્ણય સરકારી કર્મચારીને ધ્યાને રાખીને લીધો છે.  રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર અધિકારી – કર્મચારીઓના હિત માટે અનેક નિર્ણયો લઈ રહી છે ત્યારે આજે મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ફિક્સ પગાર નીતિ અંતર્ગત નોકરી કરી રહેલા કર્મચારીઓની નોકરીની સેવાઓ સળંગ ગણવા અંગે નાણાં વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭માં ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓને લાભ મળતો ન હતો. હવે વર્ષ 2006  પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણવા નિર્ણય લેવામાં આવ્યો છે.

42,000થી વધુ કર્મચારીને થશે અસર
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી કહ્યું કે, રાજ્યમાં વર્ષ-2006 પહેલા ફિકસ પગારની નિતી અન્વયે નિમણુંક પામેલા કર્મચારીઓની ફિકસ પગારની પાંચ વર્ષની સેવા હવે સળંગ ગણવામાં આવશે.  આ નિર્ણય અંતર્ગત નાણાં વિભાગના તા. 18 /1 /2017 ના ઠરાવ મુજબ દર્શાવેલ બઢતી તેમજ ઉચ્ચત્તર પગાર ધોરણ સહિતના લાભો ગણતરીમાં લેવામાં આવશે. આ નિર્ણયથી અંદાજે 42,000 થી વધુ વર્ષ-2006  પહેલા નિમણુક પામેલા કર્મચારીઓને લાભ થશે. હવે આ કર્મચારીઓની પણ ફિકસ પગારની પાંચ વર્ષની સેવા, બઢતી ઉચ્ચત્તર પગાર ધોરણ જેવા લાભો ગણતરીમાં લેવાશે. આ નિર્ણયથી 576 પંચાયત સહાયક/ તલાટી, 1,019 રહેમ રાહે નિમણુંક પામેલા કર્મચારીઓ, 331 સ્ટાફ નર્સ, 2400 લોક રક્ષક અને 38,285 શિક્ષકો મળી કુલ 42,035 કર્મચારીઓને લાભ થશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ સરકારને વિવિધ મુદ્દાઓને લઈ આમ આદમી પાર્ટી સરકારને ઘેરવણો પ્રયાસ કરી રહી છે ત્યારે હવે સરકાર પોલીસ કર્મચારી બાદ અન્ય સરકારી કર્મચારીઓને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યના 42,035 કર્મચારીઓને વહેલી દિવાળી આવી ગઈ છે તેમ ચોક્કસ કહી શકાય.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT