SURAT ની પાંચેય આંગળી ઘીમાં: સરકારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અંગે સૌથી મોટી જાહેરાત કરી
સુરત : શહેરને પીએમ મોદીએ મોટી ભેટ આપી છે. PM નરેન્દ્ર મોદીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, સુરત નજીક પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્ક (PM MITRA…
ADVERTISEMENT
સુરત : શહેરને પીએમ મોદીએ મોટી ભેટ આપી છે. PM નરેન્દ્ર મોદીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, સુરત નજીક પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્ક (PM MITRA mega textile parks) સ્થાપવામાં આવશે. નવસારીના ઉભરાટના વાસી બોરસી ખાતે આ પાર્કનું નિર્માણ કરવાની જાહેરાત આજે પીએમએ ટ્વીટ દ્વારા કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ મામલે બે વર્ષ પહેલા બજેટમાં જાહેરાત કરી દેવાઇ હતી. હવે આ કામ એરણે ચડ્યું છે અને ટુંક જ સમયમાં કામગીરી શરૂ પણ થઇ જશે.
કેન્દ્ર સરકારે પ્રથમ તબક્કાના 600 કરોડ ફાળવી દીધા
કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબક્કા માટેના 600 કરોડ રૂપિયાની ફાળવણી કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ટેક્સટાઇલ પાર્ક પડતર જમીન પર ઉભો કરવામાં આવશે. બિન ઉપજાઉ જમીન પર આ સમગ્ર પાર્ક આકાર લેશે. જેને પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્ક નામ આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાસી બોરસી નવસારી જિલ્લાના ઉભરાટ નજીક દરિયા કિનારે આવેલું એક અંતરિયાળ ગામ છે. અહીં દરિયો નજીક હોવાથી ટેક્સટાઇલને અનુકુળ વાતાવરણ છે. જો કે દરિયો નજીક હોવાથી જમીન પણ ખારસુ થઇ ગઇ હતી. જેથી તે બિનઉપજાઉ જમીન પડી હતી. ખૂબ મોટી સરકારી જગ્યા પડતર તરીકે પડી હોવાથી તેનો ઉપયોગ સરકારે ટેક્સટાઇલ પાર્ક સ્થાપવા માટે કરી છે. જેમાં પાર્ક ઉભો કરી જગ્યા અને આસપાસના ગામોમાં પ્રાણ પુરશે.
PM MITRA mega textile parks will boost the textiles sector in line with 5F (Farm to Fibre to Factory to Fashion to Foreign) vision. Glad to share that PM MITRA mega textile parks would be set up in Tamil Nadu, Telangana, Karnataka, Maharashtra, Gujarat, MP and UP.
— Narendra Modi (@narendramodi) March 17, 2023
ADVERTISEMENT
પીએમ મોદીએ ટ્વીટ કરીને યોજનાની જાહેરાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપવાની સાથે ટ્વિટ કરીને પાર્કની જાહેરાત કરી હતી. અત્રે નોંધનીય છે કે ગુજરાત ઉપરાંત દેશના અન્ય છ રાજ્યોમાં પણ આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. જ્યાં ટેક્સટાઇલને અનુકુળ વાતાવરણ અને અન્ય તમામ સુવિધાઓ હોય ત્યાં વધારે ટેક્સટાઇલ પાર્ક સ્થાપવા અંગેની પણ પીએમએ નેમ વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટેક્સટાઇલ માટે સૌથી વધારે મહત્વનું પરિબળ છે ભેજયુક્ત વાતાવરણ. જે રૂ માંથી દોરો હોય તે ભેજને મહત્તમ લાંબો કરી શકે છે.
ADVERTISEMENT