ખાખી પણ સુરક્ષિત નથી?, લખતરના ઇંગરોળી ગામે આરોપીઓને પકડવા ગયેલી પોલીસની ટીમ પર ફાયરિંગ, એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાંથી પોલીસ પર ફાયરિંગના સમાચાર સામે આવી રહ્યા છે. પેરોલ જંપ કરીને ફરાર થયેલા બે આરોપીઓને પકડવા ગયેલી પોલીસની ટીમ…
ADVERTISEMENT
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાંથી પોલીસ પર ફાયરિંગના સમાચાર સામે આવી રહ્યા છે. પેરોલ જંપ કરીને ફરાર થયેલા બે આરોપીઓને પકડવા ગયેલી પોલીસની ટીમ પર આરોપીઓએ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઝપાઝપીમાં PSI ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, ઈજાગ્રસ્ત થયા છતાં પણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસને મળી હતી યોગ્ય બાતમી
મળતી માહિતી અનુસાર, ગુજસીટોકના ગુનામાં પેરોલ જંપ કરીને ફરાર થયેલા ફિરોજઅલી મલેક અને સરીફ અલારખા ડફેર લખતર તાલુકાના ઇંગરોળી ગામે હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે એલસીબી અને બજાણા પોલીસ સ્ટેશનની ટીમ ઈંગરોડી ગામે પહોંચી હતી.
ઇંગરોળી ગામે પહોંચી હતી પોલીસની ટીમ
આ દરમિયાન પોલીસની ટીમ પર આરોપીઓએ હુમલો કર્યો હતો. આ દરમિયાન આરોપીઓ તરફથી ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. પોલીસ પર હુમલો થયો હોવા છતાં બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસ અને આરોપી વચ્ચે સર્જાયેલા ઘર્ષણમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.એચ. ઝાલા ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને લખતરના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સાવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો
તો પોલીસ પર ફાયરિંગ થયું હોવાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો. લખતર પોલીસ મથકમાં પોલીસ પર હુમલો થયાની ફરિયાદ દાખલ કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ પર હુમલાના બનાવને લઈ સુરેન્દ્રનગર જિલ્લામાં ચકચાર ફેલાયો છે.
(વિથ ઇનપુટઃ સાજીદ બેલીમ)
ADVERTISEMENT
ADVERTISEMENT