વાવાઝોડાને પગલે TAT(S)ની પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાતમાં સંભવિત વાવાઝોડાને પગલે વહીવટી તંત્ર ધડાધડ નિર્ણય લઈ રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં 18 જૂનના યોજાનાર TAT(S) ની મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્ય પરીક્ષા હવે 25-6-2023 ના રોજ લેવાશે. બિપોરજોયના પગલે TAT(S) ની મુખ્ય પરીક્ષા એક સપ્તાહ પાછી ઠેલવાઈ છે.

પ્રીલીમ પરીક્ષામા 70 કે તેથી વધુ ગુણ મેળવનારની મુખ્ય પરીક્ષા આપવા માટે કવોલીફાય ગણવામા આવ્યા છે. જેમની મુખ્ય પરીક્ષા 18 જૂનના રોજ લેવાનાર હતી પરંતુ વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇ હવે આ પરીક્ષા તારીખ 25-6-2023 ના રોજ યોજાશે.

શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે ટ્વિટ કર્યું
પરીક્ષાની તારીખમાં કરવામાં આવેલ ફેરફારને લઈ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે, શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા તા.૧૮/૦૬/૨૦૨૩ ના રોજ યોજાનાર હતી. બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી, હવે TAT(S) મુખ્ય પરીક્ષા તા.૨૫/૦૬/૨૦૨૩ ના રોજ યોજવાનો નિર્ણય જાહેર હિતને ધ્યાનમાં રાખી લેવામાં આવે છે.

ADVERTISEMENT

સરકારે ખેડૂતો માટે લીધો આ નિર્ણય 
રાજ્યમાં આવતી કાલે વાવાઝોડુ કહેર વરસાવશે. આ દરમિયાન સરકાર દ્વારા વાવાઝોડાથી ઓછું નુકશાન થાય તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં હાલ બિપરજોય વાવાઝોડાના કારણે ઉત્પન્ન થનાર સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના તમામ ખરીદ કેન્દ્રો અને ગોડાઉનો પર લઘુત્તમ ટેકાના ભાવે ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી તા. 14 જૂન-2023થી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી ખેડૂતોના હિતમાં હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં વાવાઝોડાની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને ખેડૂતોના હિતમાં આ મુદ્દત આગામી તા. 15 જુલાઈ-2023 લંબાવવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT