સુરતમાં ક્રિકેટ બાદ હવે યોગા કરતા વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, પરિવાર શોકમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: રાજ્યમાં એકબાદ એક યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે. અત્યાર સુધી ક્રિકેટના મેદાનમાં હાર્ટ એટેકના મામલા સામે આવતા હતા હવે યોગા કરતા યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાનો મામલો સામે આવી રહ્યો છે. સુરતના કિરણ ચોક વિસ્તારમાં 44 વર્ષના યુવકનું વહેલી સવારે યોગા કરતા હાર્ટ એટેક આવતા મોત થયું છે.

સવારમાં યોગા કરતા વ્યક્તિને હાર્ટ એટેક
સુરતના કિરણ ચોક પાસે આવેલા હરે કૃષ્ણ પાર્ટી પ્લોટમાં દરરોજ લોકો એરોબિક્સ અને યોગા કરવા માટે આવતા હોય છે. તેવામાં સવારમાં 44 વર્ષના મુકેશભાઈ યોગા કરવા માટે આવ્યા હતા. દરમિયાન તેમને સવારથી જ પેટમાં બળતરા અને એસિડિટીની ફરિયાદ હતી. તેમણે ફ્રેશ થયા બાદ યોગા શરૂ કર્યા અને આ દરમિયાન જ તેઓ ઢળી પડ્યા હતા. જેથી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે મિત્ર મંડળ અને પરિવારના લોકો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

અગાઉ ક્રિકેટ રમતા યુવકોને આવ્યો હતો એટેક
નોંધનીય છે કે સુરત અને રાજકોટમાં અત્યાર સુધીમાં ક્રિકેટ રમતા અથવા રમ્યા બાદ 6થી 7 જેટલા યુવકોના હાર્ટ એટેક આવતા મોત થઈ ચૂક્યા છે. અમદાવાદમાં પણ સરકારી કર્મચારીઓની ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન GST કર્મચારીને હાર્ટ એટેક આવ્યો હતો. એવામાં યુવાનોમાં વધી રહેલી હાર્ટ એટેકની સમસ્યા ગંભીર બની રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT