Surat: ડુમસમાં 2000 કરોડના જમીન કૌભાંડ મામલે વલસાડના જિલ્લા કલેક્ટરને સસ્પેન્ડ કરાયા
Surat News: સુરતમાં ડુમસ વિસ્તારમાં સરકારી જમીન ખોટી રીતે ખાનગી વ્યક્તિઓના નામે ચડાવીને બે હજાર કરોડના જમીન કૌભાંડ મામલે સરકાર એક્શનમાં આવી છે. કૌભાંડમાં IAS અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
Surat News: સુરતમાં ડુમસ વિસ્તારમાં સરકારી જમીન ખોટી રીતે ખાનગી વ્યક્તિઓના નામે ચડાવીને બે હજાર કરોડના જમીન કૌભાંડ મામલે સરકાર એક્શનમાં આવી છે. કૌભાંડમાં IAS અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરતમાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા સમયે સરકારી જમીન વેચીને મહેસૂલ વિભાગને નુકસાન પહોંચાડવાના આરોપમાં રાજ્ય સરકારે હાલ વલસાડના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા આયુષ ઓકને સસ્પેન્ડ કર્યા છે.
પોતાના કાર્યકાળ દરમિયાન જમીન કૌભાંડ આચર્યું
વલસાડના કલેક્ટરને સસ્પેન્ડ કરીને તેમની જગ્યાએ એ.આર ઝાને વલસાડ કલેક્ટરની જવાબદારી સોંપાઈ છે. IAS આયુષ ઓક સામે કૌભાંડ મામલે લાંબા સમયથી તેમની સામે તપાસ ચાલી રહી હતી. જે બાદ તપાસના અંતે 23-6-2021થી 1-02-2024 સુધી પોતાના કાર્યકાળ દરમિયાન જમીન કૌભાંડથી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાની ગંભીર બેદરકારીના કારણે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.
કોંગ્રેસે લગાવ્યા હતા આરોપ
ખાસ છે કે ડુમસ વિસ્તારમાં સરકારી જમીન કલેક્ટર દ્વારા ખોટી રીતે આદેશ કરીને ગણતિયાઓના નામે ચડાવી દેવાનો આરોપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. જેને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી મુદ્દો પહોંચ્યો હતો. આ અંગે SITની રચના કરવાની માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યા હતા કે 2.17 લાખ ચોરસ મીટર જમીન ગણોતિયાનું નામ દાખલ કરાવીને બે હજાર કરોડનો ખેલ પાડ્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT