Surat માં બે બાળકો સાથે મહિલાનો આપઘાત, ઘરકંકાસથી કંટાળી ભર્યું પગલું
સુરત: શહેરના રાંદેર વિસ્તારમાંથી આજે સામૂહિક આપઘાતનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ઘર કંકાસથી કંટાળેલી મહિલાએ પોતાનાં બે સંતાનો સાથે ગળેફાંસો ખાઇ લીધો હતો.…
ADVERTISEMENT
સુરત: શહેરના રાંદેર વિસ્તારમાંથી આજે સામૂહિક આપઘાતનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ઘર કંકાસથી કંટાળેલી મહિલાએ પોતાનાં બે સંતાનો સાથે ગળેફાંસો ખાઇ લીધો હતો. પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધારે તપાસ આદરવામાં આવી છે.
સામુહિક આપઘાતની ઘટનાથી ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીમાં આજે સામૂહિક આપઘાત કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા રીટાદેવી નામની મહિલાએ પોતાની 11 વર્ષની પુત્રી અંશીતા ઉર્ફે પરી અને પાંચ વર્ષના પુત્ર રોબર્ટને ઘરે જ ગળેફાંસો આપીને હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ પોતે ઘળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.
સમગ્ર વિસ્તારમાં ઘટનાને પગલે ચકચાર
રાંદેરમાંથી સામૂહિક આપઘાતની ઘટનાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચોકી ઉઠ્યા છે. નેપાળના કાઠમંડુના રહેવાસી પ્રસાદ યાદવ તેની પત્ની રીટાદેવી બે બાળકો માટે એક વર્ષ પહેલા જ ગુજરાત હાઉસિંગ કોલોની ખાતે રહેવા માટે આવ્યા હતા. પતિ મુન્ના યાદવ અને રીટાદેવી વચ્ચે છેલ્લા લાંબા સમયથી નાની નાની બાબતે માથાકુટ થયા કરતી હતી.
ADVERTISEMENT
પતિ મુન્ના યાદવ વિરુદ્ધ ફરિયાદ પણ કરી ચુકી છે
પતિ મુન્ના યાદવ સામે 498 ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન પહોંચી હતી. બંન્ને વચ્ચે ચાલી રહેલા ઘરકંકાસ વચ્ચે આજે રીટાદેવીએ પાંચ વર્ષના પુત્ર રોબર્ટ અને 11 વર્ષની પુત્રી આંશિકાને ગળેફાંસો આપી પોતે ઘળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલો હાલ તો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
પ્રેમ લગ્ન કરીને નેપાળ જતા રહ્યા હતા રીટા દેવી
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર બિહાર ખાતે રાજેશકુમાર પ્રસાદ સાથે રીટાદેવીના લગ્ન થયા હતા. રાજેશકુમાર પ્રસાદ કરિયાણાની દુકાન ચલાવતો હતો. મુન્ના પ્રસાદ યાદવ તેને ત્યાં કારીગર તરીકે કામ કરતો હતો. જો કે તેનો સંબંધ રીટા દેવી સાથે બંધાયો હતો. રીટાએ તેના પતિ રાડેશ સાથે છુટાછેડા લઇને મુન્ના સાથે લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ રીટાદેવી તેના બીજા પતિ મુન્ના સાથે નેપાળના કાઠમાંડુ ખાતે રહેતી હતી. જો કે એક વર્ષ પહેલા સુરત માટે કામકાજ માટે આવ્યા હતા. સુરતના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેવા લાગ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT