ST ડ્રાઈવરે રૂ.200ના ટોકન માટે 15KM સુધી રોંગ સાઈડમાં બસ દોડાવી, પેસેન્જરો બૂમો પાડતા રહ્યા

ADVERTISEMENT

ST Bus
ST Bus
social share
google news

GSRTC BUS Driver: ગુજરાતમાં એસ.ટી વિભાગની બસમાં રોજના હજારોની સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય છે. જોકે એસ.ટી વિભાગના 'સલામત સવારી, એસ.ટી અમારી' સૂત્ર વચ્ચે બસ ડ્રાઈવરે માત્ર રૂ.200ના ટોકન માટે મુસાફરોના જીવ જોખમમાં મૂકવાની ઘટના સામે આવી છે. આ અંગે ખુદ મુસાફરે જ ટ્વીટર પર પોસ્ટ કરીને વીડિયો મૂક્યા છે અને હર્ષ સંઘવી અને GSRTCને ફરિયાદ કરીને કાર્યવાહીની માંગ કરી છે.

મુસાફરે કરી ડ્રાઈવર-કન્ડક્ટરની ફરિયાદ

હકીકતમાં પ્રણવ શાહ નામના એક મુસાફરે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, શું સામાન્યજનનાં  જીવની કિંમત માત્ર Rs.200 છે. તેમણે  સલામત સવારી એસ.ટી અમારીનું સ્લોગન બદલી નાખો. તારીખ ૧૬-૦૫-૨૦૨૪, બસ નંબર GJ 18ZT 0013 અંબાજીથી ખંભાત. ડ્રાઈવર અને કન્ડક્ટરની બેકારજી અને લાપરવાહી નાં કારણે લગભગ 50 મુસાફરો ના જીવ જોખમ માં મુકાયા. 

15 કિમી સુધી રોંગ સાઈડમાં બસ દોડાવી

પ્રણવ શાહના ટ્વીટ મુજબ, હિંમતનગરથી નીકળ્યા પછી બસ પ્રાંતિજ પહોંચી ત્યારે અચાનક ડ્રાઈવરને યાદ આવ્યું કે 15 km પેહલા સલાલ પાસે આગમન હોટેલ ઉપર બસ ઉભી રાખવાની ભૂલી ગયો છે. એવામાં લોકોના જીનની ચિંતા કર્યા વિના ડ્રાઈવર અને કન્ડક્ટરે લગભગ 15-20 km રોંગ સાઈડમાં બસ ચલાવી હતી. મુસાફરોએ આ વાતનો વિરોધ કર્યો પણ ડ્રાઈવર કે કન્ડક્ટર કોઈએ પણ તેમની વિનંતી ધ્યાનમાં ના લીધી અને બધાના જીવ પડીકે બંધાઈ ગયેલા હતા. મુસાફરોએ આ બાબતે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે હોટેલ ઉપર બસ ઉભી રાખવી ફરજીયાત છે . કારણ કે ત્યાં બસ ઉભી રાખવાથી 200નું ટોકન મળે છે.

ADVERTISEMENT

ડેપો મેનેજરે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું

આ બાદ મુસાફરોએ ફરિયાદ પોથી માંગી ત્યારે ડ્રાઈવર અને કંડક્ટરે બંને એકબીજાના ખો આપતા રહ્યા. જોકે ખાસી રકઝકના અંતે ફરિયાદ પોથી મળતા તેમાં ફરિયાદ લખીને પોતાની વ્યથા રજૂ કરી હતી. આ અંગે ખંભાત ડેપો મેનેજરને પણ કરાઈ છે, પરંતુ તેઓ પણ 2 દિવસથી ફોન ન ઉપાડતા હોવાનો આરોપ મુસાફર કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT