સૌથી વધુ 95.92 ટકા પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા, આ શાળાનું 98.02 ટકા પરિણામ
શક્તિસિંહ રાજપૂત.અંબાજીઃ ધોરણ 10માં આ વર્ષે પણ છોકરીઓએ છોકરાઓને પાછળ છોડી દીધા છે. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)ની માર્ચ-2023માં યોજાયેલી ધો.10 (SSC)…
ADVERTISEMENT

શક્તિસિંહ રાજપૂત.અંબાજીઃ ધોરણ 10માં આ વર્ષે પણ છોકરીઓએ છોકરાઓને પાછળ છોડી દીધા છે. ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)ની માર્ચ-2023માં યોજાયેલી ધો.10 (SSC) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર આજે 25 મેના રોજ સવારના 7-45 એ વાગ્યે જાહેર થયું છે. જે સવારે 8 વાગ્યે જાહેર થવાનું હતું. નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ પહેલાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે જ વ્હોટ્સએપ પર પણ પરિણામ મોકલવાના શરૂ કરી દેવાયા હતા. જેમાં 11 ટકા છોકરીઓનું પરિણામ વધુ આવ્યું છે. તો બીજી તરફ સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર- 95.92 ટકા આવ્યું છે. મીઠાઇ ખવડાવી સ્ટાફનું મોઢું મીઠું કરવામા આવ્યું હતું. દાંતા તાલુકામાં સાક્ષરતાનું પ્રમાણ ઘણું ઓછું છે, પણ આ વખતે કુંભારિયા સેન્ટરે ગુજરાતમાં બાજી મારી ઉ બુ શાળાની શરૂઆત 2019 માં થઇ છે અને માત્ર ટૂંકા ગાળામાં આ શાળાએ સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું છે. શાળામાં તમામ સ્ટાફ, આચાર્ય અને મૅનેજમેન્ટમાં ખુશી જોવા મળી હતી.
અંબાજી પાસે આવેલુ છે કુંભારિયા ગામ
બનાસકાંઠા જીલ્લો ગુજરાતનો સરહદી જિલ્લા તરીકે ઓળખ ધરાવે છે. આ જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે. જેમાં દાંતા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે ઓળખ ધરાવે છે. આ તાલુકામાં સાક્ષરતાનું પ્રમાણ ઘણું ઓછું છે ત્યારે આખા ગુજરાતમાં ધોરણ 10નું સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર- 95.92 ટકા આવ્યું છે. આ કુંભારીયા ગામ અંબાજી પાસે આવેલું છે. અંબાજીથી દાંતા માર્ગ પર અંબાજી આર્ટ્સ કોલેજ સામે ઉ. બુ. માધ્યમિક શાળાએ 98.07 ટકા પરિણામ લાવી ગુજરાતમાં નામ રોશન કર્યું છે. શાળાની શરૂઆત 2019માં થઈ હતી.
પરિણામ જોતા પહેલા માતા-પુત્રની આંખો મિંચાઈ ગઈ એ શખ્સને કારણે, ખેડબ્રહ્માનો ધો.10નો ટોપર બન્યો
ઉ બુ શાળામાં મીઠાઈ ખવડાવી ખુશી મનાવાઈ
આ શાળાના આચાર્ય ગિરીશ રાવલે જણાવ્યું હતું કે, અમારી શાળામાં ધોરણ 10માં 52 બાળકો ભણતા હતા. જેમા બાળકો 51 પાસ થયા છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં કુંભારિયા સેન્ટરનું પરિણામ 95.92 પરિણામ આવ્યું, જેમાં અમારી શાળાએ ઉ બુ શાળાનું 98.07 ટકા પરિણામ આવતાં અમે ખુબ ખુશ છીએ અમારી શાળાની બાળકી ડુંગાઈચા શેરીબેન તેજાભાઇ પ્રથમ આવી છે. જેણે ધોરણ 10માં 81 ટકા પરિણામ સાથે અમારી શાળામાં પ્રથમ આવી છે. આ પરિણામ વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારો સાથે સાથે અમારા તમામ સ્ટાફ અને મેનેજમેન્ટની મહેનતનું પરિણામ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT