પરિણામ જોતા પહેલા માતા-પુત્રની આંખો મિંચાઈ ગઈ એ શખ્સને કારણે, ખેડબ્રહ્માનો ધો.10નો ટોપર બન્યો

Urvish Patel

ADVERTISEMENT

પરિણામ જોતા પહેલા માતા-પુત્રની આંખો મિંચાઈ ગઈ એ શખ્સને કારણે, ખેડબ્રહ્માનો ધો.10નો ટોપર બન્યો
પરિણામ જોતા પહેલા માતા-પુત્રની આંખો મિંચાઈ ગઈ એ શખ્સને કારણે, ખેડબ્રહ્માનો ધો.10નો ટોપર બન્યો
social share
google news

હસમુખ પટેલઃ સાબરકાંઠાઃ ગુજરાતનું આજે ધોરણ 10 ના પરિણામ જાહેર થયા છે, ત્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં ટોપર કરનાર વિદ્યાર્થીના ઘરે આજે ખુશીનો નહીં પણ માતનો માહોલ છે. જ્યાં કદાચ આજે મીઠાઈઓ વહેંચવી પડે તેવો માહોલ હોવો જોઈ તો હતો પરંતુ અહીં એક શખ્સના અણધડ વાહન ચલાવવાને કારણે શોકનું વાતાવરણ છવાયેલું છે. ત્રણ દિવસ પહેલા સમગ્ર પરિવારને હિટ એન્ડ રનમાં ટક્કર મારતા માતા પુત્રનું મોત થયું છે જ્યારે પિતા જીવન મરણ વચ્ચે અમદાવાદમાં જોલા ખાઈ રહ્યા છે. સમગ્ર શહેરમાં ટોપ કરનાર વિદ્યાર્થીના ઘરે આજે ખુશીના બદલે નજીકના પરિવારજનો સહિત સમગ્ર શહેરીજનો માટે શોકની કાલીમાં જોવા મળી હતી. સ્થાનિક પરિવારજનોએ અકસ્માતના કેસમાં ન્યાયની માંગ કરી ટોપ કરનાર વિદ્યાર્થીને સાચી શ્રદ્ધાંજલિ આપવા અપીલ કરી છે.

શું બન્યો હતો બનાવ?
સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે ગત રવિવારે રાત્રિના સમયે બાઇક ઉપર પસાર થઈ રહેલા પરિવારને પુર ઝડપે આવતી કારે ટક્કર મારતા પ્રજાપતિ પરિવારના માતા પુત્રનું ઘટનાસ્થળે મોત થયું હતું. તેમજ પિતા હાલમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આજે ધોરણ 10નું પરિણામ જાહેર થતાં ખેડબ્રહ્મા રીઝનમાં પ્રથમ નંબરે શિવમ પ્રજાપતિને 89.33 ટકા માર્ક સાથે પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થતાં પરિવારમાં ખુશીની સાથે શોકમય માહોલ જોવા મળ્યો હતો. સાથોસાથ 98.90 ટકા પર્સન્ટાઈલ રેન્ક મેળવ્યો હતો, જોકે પરીક્ષામાં જવલંત સફળતા મેળવી હોવા છતાં આજે આ પરિવારમાં ખુશીની જગ્યાએ શોકનો માહોલ સર્જાયો છે. ચાર દિવસ પહેલા ખેડબ્રહ્મા ખાતે પારસભાઈ પ્રજાપતિ પોતાની બાઇક ઉપર પત્ની દર્શનાબેન પ્રજાપતિ તેમજ પુત્ર શિવમ સાથે પોતાના ઘર તરફ આવી રહ્યા હતા. જે દરમિયાન ઈડર તરફથી આવી રહેલી કારે પૂર ઝડપે પાછળથી ટક્કર મારતા દર્શનાબેન પ્રજાપતિ તેમજ તેમનો પુત્ર શિવમ પ્રજાપતિ ફંગોળાઈ ગયા અને ગંભીર ઈજાઓને પગલે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જોકે પારસભાઈ પ્રજાપતિને ગંભીર ઇજાઓ થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવારથી ખસેડાયા હતા. ત્યારબાદ તેમને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. આજે મૃત્યુ પામેલા શિવમ પ્રજાપતિએ સમગ્ર ખેડબ્રહ્મા શહેરમાં પ્રથમ ક્રમાંક કે પાસ થતા સ્થાનિકો સહિત પરિવારજનોમાં પણ શોકનો માહોલ સર્જાયો છે. પોલીસે સમગ્ર બનાવમાં ચોક્કસ કામગીરી ન કરતા પરિવારજનો સહિત સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. વાહન અથડાવી શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો છે.

કમલેશ પ્રજાપતિ ,પ્રત્યક્ષ દર્શી

આ પણ વાંચો

ADVERTISEMENT

પ્રિન્સ પ્રજાપતિ, પરિવારજન

સુરત સાયબર ક્રાઈમની ટીમે બાતમીને આધારે પાડયા દરોડા, મળી આવ્યો રૂપિયાનો ઢગલો

સામાન્ય રીતે ssc તેમજ એચએસસીનું પોતાના કોઈપણ પરીક્ષાથી દ્વારા ઝળહળતું પરિણામ મેળવે તો દરેક પરિવારજનો ખુશ થતા હોય છે, પણ ખેડબ્રહ્મા ખાતે ચાર દિવસ પહેલા હિટ એન્ડ રન અંતર્ગત સર્જાયેલા ગ્વામખ્વાર અકસ્માતના પગલે સમગ્ર પ્રજાપતિ પરિવાર તહસ નહસ થઈ ચૂક્યો છે. જેમાં શિવમ પ્રજાપતિ દ્વારા આજે સ્થાનિક સમાજ સહિત પરિવારજનો માટે ખુશીનો દિવસ લાવ્યો હોવા છતાં ખુશી મનાવી શકાય તેમ નથી. પરિવારજનો આજે તેની તસવીર સામે નતમસ્તકે બેઠેલા જોવા મળે છે. તેમજ આજની તારીખે પણ તેના મૃત્યુ માટે જવાબદાર લોકો સામે પોલીસે કોઈ ઠોસ કામગીરી ન કરી હોવાના આક્ષેપ સાથે ન્યાયની માંગ કરી રહ્યા છે. જોકે પોલીસ વિભાગ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે પરંતુ હીટ એન્ડ રન નો ગુનો ન નોંધાતા હવે પરિવારજનો આ મામલે ન્યાયિક તપાસની માંગ કરી રહ્યા છે.

ADVERTISEMENT

કમલેશ પ્રજાપતિ, મૃતકમાં ભાઈ

ADVERTISEMENT

ધારા પ્રજાપતિ, પરિવારજન

જોકે આજે એક તરફ શિવમ પ્રજાપતિએ મેળવેલી સિદ્ધિની ખુશી મનાવી શકાય તેમ નથી ત્યારે બીજી તરફ સમગ્ર પ્રજાપતિ પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે ત્યારે જોવી રહી છે કે મામલે આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા કેટલા અને કેવા પગલાં લેવાય છે. તેમજ શિવમ પ્રજાપતિએ મેળવેલી સિદ્ધિથી તેમના મોત માટે જવાબદારને ન્યાય અપાવવા કેટલા અંશે સાર્થક બની રહે છે.

    follow whatsapp

    ADVERTISEMENT