બોટાદમાં ભરઉનાળે શિમલા-મનાલી જેવા દ્રશ્યો સર્જાતા લોકોમાં ભારે કૂતુહલ, જુઓ VIDEO

ADVERTISEMENT

gujarattak
social share
google news

બોટાદ: રાજ્યભરમાં હાલ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે. જેને પગલે ગુરુવારે અમરેલી, બોટાદ સહિતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાયો હતો. તેમાં પણ બોટાદમાં ભારે કરા વર્ષાથી રોડ પર શિમલા-મનાલીના દ્રશ્યો સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ગઢડાના ઢસા રોડનો હોવાનું કહેવાઈ રહ્યું છે.

રોડ પર બરફની ચાદર જોઈને લોકોમાં કૂતુહલ
ભરઉનાળે આ રીતે ગઢડામાં કરા વરસતા લોકોમાં પણ ભારે કૂતુહલ સર્જાયું હતું. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. કરા વરસાદ બાદ રોડ પર જાણે બરફની ચાદર છવાઈ હોય તે પ્રકારનો માહોલ સર્જાયો હતો. નોંધનીય છે કે, ગઈકાલે અમરેલીમાં પણ ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધારી ગીરના ગામડાઓમાં ધીમે ધારે વરસાદ વરસ્યો હતો. ધારીના ગોવિંદપુરમાં ધોધમાર વરસાદથી શેરીઓ-ગલીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT