ગુજરાતમાં ફરી પેપર ફૂટવાની ઘટના, સૌરાષ્ટ્ર યુનિ.માં BCA સેમ-4નું પેપર પરીક્ષાના 1 કલાક પહેલા ફરતું થયું

ADVERTISEMENT

Paper Leak
Paper Leak
social share
google news

Rajkot News: લોકસભાની ચૂંટણી વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર પેપર ફૂટવાની ઘટના બની છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ-4નું પેપર લીક થયો હોવાનો આક્ષેપ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અલગ-અલગ કોલેજોમાં આજે આ પેપર લેવામાં આવ્યું હતું. યુવરાજસિંહનો આરોપ છે કે પરીક્ષાનું પેપર 1 કલાક અગાઉથી સોશિયલ મીડિયામાં વાઈરલ થયું હતું.

આ પણ વાંચો: કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી કેટલા કરોડના માલિક? સોગંદનામામાં જાહેર કરી સંપત્તિની માહિતી

પરીક્ષાના 1 કલાક પહેલા જ પેપર લીક થયાનો આરોપ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCAના સેમિસ્ટર-4માં 19 તારીખે સવારે 10.30 વાગ્યે પેપર હતું, ઓપરેટિંગ સિસ્ટમ કોન્સેપ્ટ્સ વિથ યુનક્સ/લિનક્સ જે લિક થયું હતું. યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે,9.30 વાગ્યે જ પેપર સોશિયલ મીડિયામાં વાઈરલ થયું હતું. 18 તારીખે જે પરીક્ષા હતી વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટીમાઈઝ, 16 તારીખે જે પરીક્ષા હતી પ્રોગ્રામિંગ વિથ C+ આ ટાઈમ ટેબલ પ્રમાણે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અલગ-અલગ કોલેજેમાં પરીક્ષા લેવાનાર હતી. તેના પણ પેપર લીક થયા હતા. આ સાથે યુવરાજસિંહ પેપર લીક થયાના પુરાવા પણ રજૂ કર્યા હતા.

આ પણ વાંચો: Big Breaking: જૂનિયર-સિનિયર ક્લાર્ક સહિતની પરીક્ષા સ્થગિત, ક્યારે જાહેર કરાશે નવી તારીખ?

વિદ્યાર્થીઓના ગ્રુપમાં ફરતું થયું પેપર

યુવરાજસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યું કે, વોટ્સએપમાં લખાણવાળા જે પ્રશ્નો ફરતા થયા છે, તેને અમે પેપરની સાથે મેચ કર્યા છે. લખાણમાં જે સ્પેલિંગ ભૂલો હતો તે જ પ્રિન્ટ થયેલા પેપરમાં પણ છે. હું એમ નથી કહેતો કે આજનું પેપર લીક થયું. ગત રોજનું જે પેપર હતું તે પણ 9.32 મિનિટે સોશિયલ મીડિયાના વિદ્યાર્થીઓના ગ્રુપમાં શેર કરાયું હતું. અમે આજે વિદ્યાર્થી સંગઠનોને મળ્યા હતા, તેમના દ્વારા જ આ માહિતી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓની આ માહિતીને અમે સંપૂર્ણ રીતે ક્રોસ વેરિફાઈ કરી છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

(ઈનપુટ: રોનક મજિઠિયા, રાજકોટ)
 

    follow whatsapp

    ADVERTISEMENT