જોઈલો...તમારા ઘરમાં નથીને આવી માખી, કેમેરામાં કેદ થઈ ચાંદીપુરા ફેલાવતી સેન્ડ ફ્લાય

ADVERTISEMENT

sand fly mosquito
સેન્ડ ફ્લાય મચ્છર
social share
google news

Chandipura Virus Infection : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અત્યાર સુધી 15 લોકોનાં મૃત્યુ થયા હોવાની માહિતી મળી રહી છે. ચાંદીપુરા વાયરસ માખી-મચ્છરના કારણે ફેલાઈ રહ્યો છે. ત્યારે ચાંદીપુરા વાયરસનો ખૌફ ફેલાવતી સેન્ડ ફ્લાય માખી આખરે કેમેરામાં કેદ થઈ છે.

 

ચાંદીપુરા વાયરસ મોટાભાગે 14 વર્ષથી ઓછી વયના બાળકોમાં જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે. તેમજ આ વાયરસથી સંક્રમિત થયેલ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળવી જરૂરી છે. આ વાયરસનો સામનો કરવા માટે હજુ સુધી કોઈ રસી બનાવવામાં આવી નથી. સારવારના અભાવે આ રોગ ખૂબ જ ગંભીર માનવામાં આવે છે. જોકે, આ વાયરસ ચેપી નથી. સેન્ડ ફ્લાય માખીના કારણે ચાંદીપુરા વાયરસ ફેલાઈ રહ્યો છે.  

ADVERTISEMENT

 

ચાંદીપુરાના મુખ્ય લક્ષણો

ચાંદીપુરા વાયરલ એનકેફેલાઈટીસના મુખ્ય લક્ષણોમાં હાઈગ્રેડ તાવ, ઉલ્ટી-ઝાડા, બેભાન થવું, માથાનો દુખાવો અને ખેંચ આવવી વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા ઋષિકેશ પટેલે અનુરોધ કર્યો છે. 

ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાય 

  • કાચા અને પાકા મકાનની તિરાડો પુરી દેવી જોઈએ
  • માખીનો ઉપદ્રવ ન થાય તેવા પ્રયાસ કરો
  • બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવો
  • રાત્રે સુતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરો
  • મેલેથિન પાવડરનો છંટકાવ કરવામાં આવે

આ પણ વાંચો: ચાંદીપુરા બન્યો ઘાતક! 24 કલાકમાં 4 બાળકોના મોત, રાજ્ય સરકારે તાત્કાલિક બોલાવી બેઠક

ADVERTISEMENT

શું છે ચાંદીપુરા વાયરસ? 

  • ચાંદીપુરા વાયરસ સામાન્યપણે વરસાદની સિઝનમાં જોવા મળતો રોગ છે.
  • જે રેત માંખ કરડવાથી થાય છે. તે RNA વાયરસ છે.
  • આ વાયરસ સેન્ડ ફ્લાય નામની માખીના કરડવાના કારણે ફેલાય છે.
  • મચ્છરોમાં એડીસ મચ્છર તેના માટે જવાબદાર છે. તેનો મૃત્યુદર પણ સૌથી વધુ છે.
  • ભેજયુક્ત વાતાવરણમાં વાયરસ ફેલાય છે.
  • ગ્રામ્ય વિસ્તારમાં વાયરસ વધુ ફેલાય છે.
  • માખી-મચ્છરના કારણે ચાંદીપુરા વાયરસનો ચેપ લાગે છે.
  • 14 વર્ષ સુધીના બાળકોમાં ચેપ ફેલાઈ શકે છે.
  • પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT