ચાંદીપુરા બન્યો ઘાતક! 24 કલાકમાં 4 બાળકોના મોત, રાજ્ય સરકારે તાત્કાલિક બોલાવી બેઠક
Chandipura Virus Infection : ગુજરાતમાં કોરોના બાદ હવે નવો વાયરસે પગપેસારો કરતા હાહાકાર મચી ગયો છે. આ વાયરસ બાળકોને ખૂબ જલદી ઝપટમાં લઈ રહ્યો છે.
ADVERTISEMENT
Chandipura Virus Infection : ગુજરાતમાં કોરોના બાદ હવે નવો વાયરસે પગપેસારો કરતા હાહાકાર મચી ગયો છે. આ વાયરસ બાળકોને ખૂબ જલદી ઝપટમાં લઈ રહ્યો છે. આ વાયરસના કારણે મૃત્યુના આંકડા ખૂબ જ ડરામણા છે. જેથી રાજ્યનું આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલોમાં વિશેષ ટીમ અને વોર્ડ ઉભા કરાયા છે.
વીડિયો કોન્ફરન્સથી યોજાશે બેઠક
આજે બપોરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં વીડિયો કૉન્ફરન્સના માધ્મમથી બેઠક યોજવા જઈ રહી છે. જેમાં રાજ્યમાં વધતા ચાંદીપુરા વાયરસ અંગે સમીક્ષા કરવામાં આવશે. આજની આ બેઠકમાં રાજ્યના આરોગ્ય કમિશનર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ જોડાશે. જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ પણ આ બેઠકમાં જોડાશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાનારી આ બેઠકમાં મુખ્યમંત્રી રાજ્યના મ્યુનિસિપલ કમિશ્નરો, જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવશે.
ADVERTISEMENT
કેટલા નોંધાયા કેસ અને કેટલા થયા મૃત્યુ?
ગુજરાતમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો અત્યાર સુધીમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 31 કેસ નોંધાયા છે. જેમાંથી 19ના મૃત્યુ થયા છે. હવે તો શહેરી વિસ્તારમાં પણ ચાંદીપુરાના કેસ નોંધાઈ રહ્યા છે.
ક્યાં-ક્યાં નોંધાયા કેસ?
અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં 4 કેસ, અરવલ્લીમાં 4 કેસ, મહિસાગરમાં 1,ખેડામાં 1, મહેસાણામાં 2, રાજકોટમાં 5, સુરેન્દ્રનગરમાં 1, અમદાવાદમાં 2, ગાંધીનગરમાં 1, પંચમહાલમાં 4, જામનગરમાં 2, મોરબીમાં 3 કેસ નોંધાયા છે.
ADVERTISEMENT
શું છે ચાંદીપુરા વાયરસ?
- ચાંદીપુરા વાયરસ સામાન્યપણે વરસાદની સિઝનમાં જોવા મળતો રોગ છે.
- જે રેત માંખ કરડવાથી થાય છે. તે RNA વાયરસ છે.
- આ વાયરસ માદા ફ્લેબોટોમાઈન ફ્લાય, સેન્ડ ફ્લાય નામની માખીના કરડવાના કારણે ફેલાય છે.
- મચ્છરોમાં એડીસ મચ્છર તેના માટે જવાબદાર છે. તેનો મૃત્યુદર પણ સૌથી વધુ છે.
- ભેજયુક્ત વાતાવરણમાં વાયરસ ફેલાય છે.
ગ્રામ્ય વિસ્તારમાં વાયરસ વધુ ફેલાય છે.
- માખી-મચ્છરના કારણે ચાંદીપુરા વાયરસનો ચેપ લાગે છે.
- 14 વર્ષ સુધીના બાળકોમાં ચેપ ફેલાઈ શકે છે.
- પગ કામ કરતા બંધ થઈને સીધું મોત આવે છે.
ADVERTISEMENT
કેટલો ખતરનાક અને શું છે લક્ષણો?
એનો પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં સામે આવ્યો હતો. આ એક આરએનએ વાઈરસ છે. ચાંદીપુરા વાયરસ બાળકોને શિકાર બનાવે છે. ચાંદીપુરા વાયરસની સારવાર માટે કોઈ એન્ટી વાયરસ દવા બની નથી. આ વાયરસ સીધો મગજ પર અસર કરે છે. આ વાયરસનો મૃત્યુદર 75 ટકા સુધીનો છે.
લક્ષણો વિશે વાત કરીએ તો ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓને જોરદાર તાવ આવે છે. તો ઉલ્ટી-ઝાડા, બેભાન થવું, માથાનો દુખાવો અને ખેંચ આવવી વગેરેનો સમાવેશ થાય છે.
ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાય
- કાચા અને પાકા મકાનની તિરાડો પુરી દેવી જોઈએ
- માખીનો ઉપદ્રવ ન થાય તેવા પ્રયાસ કરો
- બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવો
- રાત્રે સુતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરો
- મેલેથિન પાવડરનો છંટકાવ કરવામાં આવે
ADVERTISEMENT