રૂપાલા VS ક્ષત્રિય સમાજઃ પદ્મિનીબાએ કહ્યું- અમે કોઈના દબાણમાં નહીં આવીએ, કરણીસેનાએ કહ્યું- લડત સમિતિની કરાશે રચના
Parasottam Rupala Statement Controversy: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજા-રજવાડાને લઈને કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્રરૂપ ધારણ કર્યું છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલા સામે રોષે ભરાયો
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનું પૂતળા દહન કરાયું
3 યુવાનો પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
Parasottam Rupala Statement Controversy: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજા-રજવાડાને લઈને કરેલી ટિપ્પણીએ રાજ્યભરમાં ઉગ્રરૂપ ધારણ કર્યું છે. ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલા સામે રોષે ભરાયો છે અને ભાજપ પાસે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યો છે. પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ગુજરાતના અનેક વિસ્તારોમાં આવેદન પત્રો પાઠવવામાં આવી રહ્યા છે. એક બાજુ પરસોતમ રૂપાલા પર હુમલાની આશંકાને લઈને તેમના નિવાસ સ્થાને મોટા પ્રમાણમાં પોલીસ કાફલો તૈનાત કરાયો છે. તો બીજી બાજુ પરસોત્તમ રૂપાલાનું પૂતળા દહન કરતા 3 યુવાનો પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ ત્રણેય યુવાનો સામે રાયોટિંગની કલમ ઉમેરવામાં આવી છે.
ત્રણ યુવકોને ઉઠાવી ગઈ પોલીસ
રાજા-રજવાડા અંગેના પરસોત્તમ રૂપાલાના નિવેદન મામલે ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. ગઈકાલે રાજકોટના રેલનગર ખાતે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જે બાદ મોડી રાતે રુપાલાના પૂતળાનું દહન કરનાર મહેન્દ્રસિંહ પરમાર, નરેન્દ્રસિંહ જાડેજા અને નવલસિંહ જાડેજાને પોલીસ પકડી ગઈ હતી અને તેમના વિરુદ્ધમાં ગુનો નોંધાયો હતો. જેથી આજે મોટી સંખ્યમાં કરણી સેનાના હોદેદારો, કાર્યકરો અને ક્ષત્રિય સમાજની બહેનો એકત્ર થઈ હતી અને 'રૂપાલા હાય હાય'ના નારા લગાવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ક્ષત્રિય અગ્રણીઓમાં ભાગલા?: જયરાજસિંહે કહ્યું-'વિવાદ પૂર્ણ', તો પદ્મિનીબાએ કહ્યું- 'રાજકીય રોટલા શેકવાના બંધ કરો'
ADVERTISEMENT
અમે કોઈના દબાણમાં નહીં આવીએઃ પદ્મિનીબા વાળા
આ દરમિયાન કરણી સેનાના મહિલા મોરચાના પ્રમુખ પદ્મિનીબા વાળાએ કહ્યું હતું કે, પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેનો અને દીકરીઓ માટે શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે, જેની સામે અમારો ઉગ્ર વિરોધ છે. ભૂતકાળમાં ક્ષત્રિયોએ માથા આપી દીધા છે. હવે ક્ષત્રિય સમાજે માથા ભેગા કરવાના છે. અમે કોઈના દબાણમાં નહીં આવીએ. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે એ જ અમારી માંગ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: Controversial Statement: ગોંડલમાં રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું, અમારો વિરોધ ચાલું છેઃ વીરભદ્રસિંહ જાડેજા
લડત સમિતિની રચના કરાશેઃ જે.પી જાડેજા
કરણી સેનાના આગેવાન જે.પી જાડેજાએ કહ્યું કે, રાજ્યભરના ક્ષત્રિય સમાજના સંગઠનોના આગેવાનોની બેઠક મળશે. આ દરમિયાન લડત સમિતિની રચના કરવામાં આવશે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહિ થાય તો આક્રોશજનક કાર્યક્રમો સતત થશે. આગામી દિવસોમાં રાજકોટ ખાતે રાજ્યભરના ક્ષત્રિયોનું સંમેલન પણ મળી શકે છે.
શું છે સમગ્ર મામલો?
રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે વિરોધ વધી રહ્યો છે. એક ખાનગી કાર્યક્રમમાં પરષોત્તમ રૂપાલાએ રાજા-મહારાજાઓ અંગે કરેલા નિવેદન પછી ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમના નિવેદનનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વધતા તેઓએ માફી માંગી લીધી હતી. છતાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર આવેદન પત્ર પાઠવવામાં આવ્યા હતા. જે બાદ ક્ષત્રિય સમાજમાં ફેલાયેલા આક્રોશને ઠારવા માટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી હતી.
ગોંડલમાં યોજાયું હતું સંમેલન
જેથી ગઈકાલે ગોંડલના શેમળા ખાતે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ફરી એકવાર પરસોત્તમ રૂપાલાએ જાહેર મંચ પરથી માફી માંગી હતી. છતાં ક્ષત્રિય સમાજનો આક્રોશ યથાવત છે.
ADVERTISEMENT