Rajkot Game Zone Fire: 'સરકાર સાચું છુપાવી રહી છે', રાજકોટ અગ્નિકાંડમાં મુદ્દે ધાનાણીના મોટા દાવા
Rajkot Game Zone Fire Update: રાજકોટ અગ્નિકાંડમાં મુદ્દે કોંગ્રેસ નેતા અને રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે.
ADVERTISEMENT
Rajkot Game Zone Fire Update: રાજકોટ અગ્નિકાંડમાં મુદ્દે કોંગ્રેસ નેતા અને રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે, સરકારે દુર્ઘટનામાં સત્ય છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જવાબદાર અધિકારીઓ સામે FIR દાખલ કરવામાં આવી નથી. માત્ર નાની માછલી નહી, પરંતુ મગરમચ્છ સામે પણ ફરિયાદ થાય તેવી પરેશ ધાનાણીએ માગ કરી છે.
પરેશ ધાનાણીનો મોટો દાવો
પરેશ ધાનાણીએ કહ્યું કે મોત અને મિસિંગના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. આંકડા જાહેર કરાયા તેમાં પણ વિસંગતતા લાગી રહી છે, કેટલા પીએમ કરાયા તે પણ આંકડા પ્રસિદ્ધ કર્યા નથી. બે દિવસમાં ઘટના સ્થળેથી અનેક માનવ અવશેષો મળી આવ્યા છે એટલે સરકાર ખોટું બોલે છે. . તંત્ર મોતના અને મિસિંગ વ્યક્તિઓના આંકડા છુપાવે છે. કેમ સિવિલ સુપ્રીટેન્ડન્ટ આંકડા જાહેર કરતા નથી તે એક મોટો સવાલ છે. આગકાંડ બન્યો ત્યારે અંદર 3000 ડિગ્રી તાપમાન હોવાનું SITએ પણ સ્વીકાર્યું છે.
Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડ મામલે સૌથી મોટા સમાચાર, આરોપી પ્રકાશ જૈનનું પણ મોત
નાના ભૂલકાઓના શરીર અને અવશેષો પણ ખાખ થઈ ગયા
ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, ઉંચા તાપમાનને કારણે નાના ભૂલકાઓના શરીર અને અવશેષો પણ ખાખ થઈ ગયા હશે. ઘણા પરિવારોને પોતાના સ્વજનોના અસ્થિઓ પણ મળશે નહીં.ગેમ ઝોન આસપાસના સીસીટીવી પણ પોલીસે કબ્જે લેવા જોઈએ. બિન વરસુ પડેલા વાહનો અંગે પણ તપાસ કરવી જોઈએ. બિન અધિકૃત ગેમ ઝોનમાંથી પુરવાઓનો નાશ કરવા મચડો ખસેડી દેવામાં આવ્યો. સ્થળ પરથી ધૂળના સેમ્પલો લઈ તપાસ થવી જરૂરી છે. મચડો દૂર કર્યો તેના પતરામાંથી સેમ્પલો લેવા જોઈએ.
ADVERTISEMENT
હેલ્પલાઇન ફોર મિસિંગ નંબર જાહેર કરવામાં આવ્યો
કોંગ્રેસ દ્વારા ગુમ થયેલા પરિવારજનો માટે હેલ્પલાઇન ફોર મિસિંગ લાઇફ જાહેર કરાઇ છે. આ માટે મોબાઇલ નંબર 99799 00100 જાહેર કરાયો છે. આ નંબર શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીનો હોવાનું કહી, લોકો આ નંબર ઉપર અગ્નિકાંડ બાબતે વિગતો આપશે તો સત્ય ઉજાગર કરવા કોંગ્રેસ મહેનત કરશે.
ADVERTISEMENT