Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડ મામલે સૌથી મોટા સમાચાર, આરોપી પ્રકાશ જૈનનું પણ મોત
Rajkot Game Zone Fire Update: રાજકોટમાં TRP મોલના ગેમ ઝોનમાં અગ્નિકાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. TRP ગેમ ઝોનના માલિક પ્રકાશ હિરનનું પણ આગમાં મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે.
ADVERTISEMENT
Rajkot Game Zone Fire Update: રાજકોટમાં TRP મોલના ગેમ ઝોનમાં અગ્નિકાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. TRP ગેમ ઝોનના માલિક પ્રકાશ હિરનનું પણ આગમાં મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે. અગ્નિકાંડનો ફાઈનાન્સર અને મુખ્ય આરોપી પ્રકાશ હિરન ઉર્ફે પ્રકાશ જૈનના મળેલા અવશેષોમાંથી લેવાયેલ DNA સેમ્પલ પ્રકાશની માતાના DNA સાથે મેચ થયા છે. આ ગેમ ઝોનમાં સૌથી વધુ પ્રોફિટ શેરર પ્રકાશ જૈન હતા.
પ્રકાશ જૈન સીસીટીવીમાં પણ કેદ થયા હતા
આગ લાગી તે સમયે પ્રકાશ હિરેન પણ સીસીટીવીમાં પણ કેદ થયો હતો. સવારે પ્રકાશ જૈનના ભાઈ જિતેન્દ્ર હિરેને પોલીસમાં અરજી કરી હતી. તેમણે કહ્યું કે આગની ઘટના બાદ પરિવાર સાથે કોઈ સંપર્ક નથી, તમામ ફોન નંબર પણ સ્વીચ ઓફ છે, પ્રકાશની કાર પણ ઘટના સ્થળે મળી આવી હતી. પ્રકાશના ભાઈની અપીલ પર પરિવાર પાસેથી DNA લેવામાં આવ્યું હતું. મૃતદેહના અવશેષોમાંથી કોઈ પ્રકાશના છે કે કેમ તે માટે DNA ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
Rajkot Game Zone Fire: 2 કરોડનો ફ્લેટ, વૈભવી જીવન, આગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનની પહોંચ ક્યાં સુધી હતી?
ADVERTISEMENT