સૌથી મોટી આગાહી : પોરબંદર-દ્વારકા રેડ એલર્ટ પર, મોડી રાત્રે પડશે અતિભારે વરસાદ
રાહત કમિશનર આલોક પાંડેના જણાવ્યા અનુસાર, સૌથી વધુ સૌરાષ્ટ્રના પોરબંદર-દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી છે. પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં આગામી 5 કલાકમાં ભારે વરસાદ પડશે.
ADVERTISEMENT
સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ વચ્ચે રાહત કમિશનર આલોક પાંડે અતિ ભારે વરસાદની આગાહીની માહિતી આપી છે. આગામી 3 કલાકમાં દ્વારકામાં 16 ઇંચ સુધી વરસાદની આગાહી છે. 60 કિમી ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં પણ ભારે વરસાદ પડશે.
41 વર્ષ બાદ પોરબંદરમાં મેઘતાંડવ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ પડ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદરમાં મેઘતાંડવ જોવા મળ્યું છે. પોરબંદર પંથકમાં 41 વર્ષ બાદ 24 કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે પાણીમાં વાહનો અને પશુઓ તણાયાં હતા. બીજી તરફ ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તો કેટલીક જગ્યાએ રેલવે ટ્રેક પણ ધોવાયા હતા. પોરબંદર જિલ્લાના 4 ડેમ ઓવરફ્લો થયા છે. તો દેવભૂમિ દ્વારકામાં સાંજે 4થી 6 વાગ્યા સુધી દ્વારકામાં 9 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે દ્વારકાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તો બીજી તરફ જૂનાગઢમાં 12 કલાકમાં 9 ઈંચ ખાબકતાં ગામે ગામ પાણીમાં ગરકાવ થયા છે.
ચાર-પાંચ કલાકમાં પોરબંદર અને દ્વારકા અતિભારે વરસાદ
રાહત કમિશનર આલોક પાંડેના જણાવ્યા અનુસાર, સૌથી વધુ સૌરાષ્ટ્રના પોરબંદર-દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં આગામી 5 કલાકમાં ભારે વરસાદ પડશે.
ADVERTISEMENT
આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું
ભારતીય હવામાન વિભાગના અનુસાર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, દીવ-દમણ, દાદરા નગર હવેલી, વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં 11 ડેમ એલર્ટ પર આવ્યા
આલોક પાંડેના અનુસાર, રાજ્યના SEOC ખાતે સતત મોનીટરીંગ થાય છે. રાજ્યમાં આજે સાંજે 6 કલાક સુધી 328 મી.મી વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જુનાગઢ 1757 મી.મી થયો છે. સરદાર સરોવર માં 54 ટકા વરસાદની આવક થઈ છે. રાજ્યમાં એલર્ટ ઉપર 11 ડેમ આવ્યા છે.
ADVERTISEMENT
સૌરાષ્ટ્રના 57 ગામડા અસરગ્રસ્ત
રાહત કમિશનરના જણાવ્યા અનુસાર, વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાંથી 45 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાંથી 400 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. રાજ્યમાં વરસાદથી સૌરાષ્ટ્રના 57 ગામડા અસરગ્રસ્ત થયા છે. ચોમાસાની સિઝન દરમિયાન અત્યાસુધીમાં 42 માનવ મૃત્યુ નોંધાયા છે.
ADVERTISEMENT
પોરબંદરમાં રેલવે ટ્રેક ધોવાયો
પોરબંદર-રાણાવાવ વચ્ચે ધરમપુર ગામ નજીક રેલવે ટ્રેક ધોવાયો છે. રેલવે ટ્રેકને સમારકામની કામગીરી હાથ ધરાઇ છે. 300 થી 400 જેટલા કર્મચારીઓ દ્રારા કામગીરી શરૂ કરાઇ. ભાવનગર ડિવીઝનના DRM ઘટનાસ્થળે પહોંચ્યા છે.
પોરબંદરના ધારાસભ્યએ સ્થિતિની કરી સમીક્ષા
પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આજે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા સાથે ફોન પર વાત કરીને પોરબંદરમાં પડેલ ભારે વરસાદ અને ત્યારબાદની પરિસ્થિતી અંગે વિસ્તૃત માહિતી મેળવી છે.
પોરબંદરમાં ભારે વરસાદના કારણે રેલવે વ્યવહારને થઇ અસર
પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાના કારણે પોરબંદરથી દોડતી ટ્રેનોને અસર થઇ છે.અત્યાર સુધી ત્રણ ટ્રેનને રદ કરવામાં આવી છે. ટ્રેન નંબર 09550/09549 પોરબંદર-ભાણવડ-પોરબંદર ટ્રેનો 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. ટ્રેન નંબર 09565/09568 પોરબંદર-ભાવનગર-પોરબંદર ટ્રેનો 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. ટ્રેન નંબર 09516/09515 પોરબંદર-કાનાલુસ-પોરબંદર ટ્રેનો 19.07.2024ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
ADVERTISEMENT