24 કલાકમાં 25 તાલુકાઓમાં વરસાદ, આજે મેઘરાજા ક્યા વિસ્તારોમાં બોલાવશે ધડબડાટી?
Rain in Gujarat: ગુજરાતમાં વહેલું આવેલું ચોમાસું નબળું પડતા ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. અત્યારે વાવણી કરવા ઈચ્છતા ખેડૂતોને થોડી રાહ જોવી પડશે, કેમ કે સાર્વત્રિક વરસાદ હજુ સુધી પડ્યો નથી.
ADVERTISEMENT
Rain in Gujarat: ગુજરાતમાં વહેલું આવેલું ચોમાસું નબળું પડતા ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. અત્યારે વાવણી કરવા ઈચ્છતા ખેડૂતોને થોડી રાહ જોવી પડશે, કેમ કે સાર્વત્રિક વરસાદ હજુ સુધી પડ્યો નથી. જોકે, હવામાન નિષ્ણાંત દ્વારા 17 જૂનથી ચોમાસું સક્રિય થશે તેવી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતના ભાગોમા ચોમાસું પહોચી ગયું છે, પરંતુ મંદ પડી ગયું છે. આગામી 17 જૂનથી ચોમાસુ સક્રિય થશે. ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી. 17 જૂનથી 22 જૂન સુધી વરસાદ રહેશે.
24 કલાકમાં 25 તાલુકાઓમાં નોંધાયો વરસાદ
તો છેલ્લા 24 કલાકમાં ખાબકેલા વરસાદ વિશે વાત કરીએ તો ગુજરાતના 25 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ પાલિતાણામાં પડ્યો છે. પાલિતાણામાં 24 કલાકમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વઘઈ, તળાજા અને માણસામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. સાથે વઢવાણ, ધ્રાંગધ્રા, સુરત, ધંધુકા, જેસર, પડધરી, કલોલ, સુબિર, રાજકોટ, માંગરોળ, અમદાવાદ, દહેગામમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
હવામાન વિભાગે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની વ્યક્ત કરી સંભાવના
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ સંભાવનાઓ વ્યક્ત કરીને ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના લીધે ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ બનેલી છે. આજે પણ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવનાઓ છે, જેમાં કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે પણ વરસાદ થઈ શકે છે.
ADVERTISEMENT
ક્યાં પડી શકે છે વરસાદ?
આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે. આવતીકાલે અમદાવાદ, અરવલ્લી, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી, બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદની શક્યતાઓ છે.
17 અને 18 જૂને આ વિસ્તારમાં આગાહી
17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર સહિતના જિલ્લામાં અને 18 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લામાં વરસાદની આગાહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT