BREAKING: 4 વર્ષ જૂના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને થઈ 2 વર્ષની સજા, કોર્ટે જામીન આપ્યા
સુરત: મોદી સમાજ પર આપત્તિજનક ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલા માનહાનિના મામલામાં સુરત સેશન્સ કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે. કોર્ટ દ્વારા રાહુલ…
ADVERTISEMENT
સુરત: મોદી સમાજ પર આપત્તિજનક ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલા માનહાનિના મામલામાં સુરત સેશન્સ કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે. કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને IPCની કલમ 504 હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે સાથે જ રૂ.15 હજારનો દંડ ફટકાર્યો છે. બીજી તરફ રાહુલ ગાંધીને આ કેસમાં રૂ.10 હજારના બોન્ડ પર જામીન મળી ગયા છે. આ પહેલા કોંગ્રેસ નેતાએ રઘુ શર્માએ કહ્યું કે, ‘સત્યનો વિજય થશે, રાહુલ ગાંધીને માત્ર પરેશાન કરવામાં આવી રહ્યા છે.’
રાહુલ ગાંધીએ નકાર્યા હતા આરોપો
પોતાની ચૂંટણી રેલી દરમિયાન મોદી અટકને લઈને રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધી અગાઉ ત્રણ વખત સુરતની કોર્ટમાં હાજર રહી ચૂક્યા છે. જો કે, રાહુલ ગાંધીએ કોર્ટમાં પોતાના નિવેદનમાં તેમના પર લાગેલા આરોપને નકારી કાઢ્યા હતા. ચૂંટણી સભામાં આવું બોલવા પર તેમણે કહ્યું હતું કે, તેમને યાદ નથી.
શું હતો મામલો?
13 એપ્રિલ, 2019 ના રોજ, કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી, બધાની સરનેમ કોમન છે. બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલ ગાંધીની સાથે કોર્ટે વધુ બે સાક્ષીઓ કર્ણાટકના કોલારમાં તત્કાલીન રિટર્નિંગ ઓફિસર અને ચૂંટણી પંચના વીડિયો રેકોર્ડર, જેમણે ભાષણ રેકોર્ડ કર્યું તેમના નિવેદનો રેકોર્ડ કર્યા. જે બાદ હવે રાહુલ ગાંધીની ઉલટ તપાસ કરવામાં આવી હતી. જેના પર હવે કોર્ટ ગુરુવારે એટલે કે 23 માર્ચે પોતાનો ચુકાદો આપી શકે છે. કોર્ટના આદેશને પગલે આવતીકાલે સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી ફ્લાઈટમાં સુરત આવશે. દરમિયાન મગદલ્લા બ્રિજ નીચે એસવીએનઆઈટી કોલેજ અને કોર્ટની પાસે પૂજા અભિષેક અને પોઈન્ટ પર તેમનું સ્વાગત પણ થશે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: સંજયસંહ રાઠોડ)
ADVERTISEMENT
ADVERTISEMENT