આવતીકાલથી ગુજરાતમાં Rahul Gandhi ની 'ભારત જોડો ન્યાય યાત્રા', 4 દિવસમાં 7 જિલ્લા ખૂંદી વળશે
Rahul Gandhi Gujarat Yatra: લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ન્યાય યાત્રા પર આવી રહ્યા છે. ગુજરાતમાં એક બાદ એક કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, આ વચ્ચે આવતીકાલે 7 માર્ચથી રાહુલ ગાંધી 4 દિવસ ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા યોજશે.
ADVERTISEMENT
Rahul Gandhi Gujarat Yatra: લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ન્યાય યાત્રા પર આવી રહ્યા છે. ગુજરાતમાં એક બાદ એક કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, આ વચ્ચે આવતીકાલે 7 માર્ચથી રાહુલ ગાંધી 4 દિવસ ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા યોજશે. 4 દિવસમાં ગુજરાતના 7 જિલ્લાઓમાંથી તેઓ 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે અને બાદમાં આ યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.
7 માર્ચ ભારત જોડો યાત્રા દાહોદથી શરૂ થશે
આ યાત્રા 7 માર્ચે રાજસ્થાનના બાંસવાડાથી બપોરે ત્રણ વાગ્યે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતેથી પ્રવેશ કરશે. અહીં સાડાત્રણ વાગ્યે ઝાલોદ ખાતે રાહુલ ગાંધી જાહેરસભાને સંબોધન કરશે. બાદમાં ન્યાયયાત્રા ઝાલોદથી નીકળીને લીંમડી ખાતે પહોંચશે. રાહુલ ગાંધી અહીં લીંમડી ખાતે રાત્રિરોકાણ કરશે.
આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીયે યુવકે જીવ ગુમાવ્યો, એજન્ટે ફ્રોડ કરીને પુતિનની સેનામાં ભરતી કરાવી દીધો
8 માર્ચ દાહોદથી પાવગઢ યાત્રા રહેશે
યાત્રાના બીજા દિવસે રાહુલ 8 માર્ચે સવારે આઠ વાગે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે. આ બાદ દાહોદથી સવારે 10 વાગ્યે લીમખેડા પહોંચશે, સ્થાનિક કાર્યકર અને નેતાઓ યાત્રાનું સ્વાગત કરશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાશે. ન્યાયયાત્રા સવારે 11 વાગ્યે પીપલોદ પહોંચશે, જ્યાં યાત્રાનું સ્વાગત થશે. સાડા અગિયાર વાગ્યે પંચમહાલના ગોધરા ખાતે પહોંચશે. ગોધરા ખાતે યાત્રાનું સ્વાગત અને કોર્નર બેઠક યોજાશે. બપોરના ભોજન બાદ બે વાગે યાત્રા હાલોલ પહોંચશે. હાલોલ ખાતે પદયાત્રા કોર્નર મિટિંગ અને સ્વાગતનું આયોજન કરાશે. હાલોલથી યાત્રા પાવાગઢ પહોંચશે, જ્યાં યાત્રાનું સ્વાગત કરાશે. પાવાગઢ મંદિરે રાહુલ ગાંધી દર્શન કરી શકે છે. યાત્રા પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુઘોડા પહોંચશે. ન્યાયયાત્રાનું બોડેલી ખાતે રાત્રિરોકાણ થશે.
ADVERTISEMENT
9 માર્ચે બોડેલીથી રાજપીપળા
યાત્રા 9 માર્ચે સવારે આઠ વાગ્યે બોડેલીથી નસવાડી પહોંચશે, જ્યાં સ્વાગત અને કોર્નર બેઠક યોજાશે. બાદમાં નસવાડીથી રાજપીપળા પહોંચશે, જ્યાં સ્વાગત અને ભોજનનો પ્રોગ્રામ થશે. રાજપીપળાથી કાલાઘોડા, જ્યાં બેંક ઓફ બરોડા સર્કલ ખાતે સ્વાગત કરાશે. બેંક ઓફ બરોડા સર્કલથી નેત્રંગ પહોંચશે, જ્યાં અઢી કલાક કોર્નર બેઠક થશે.
આ પણ વાંચો: Ahmedabad: મહિલા પોલીસકર્મીના આપઘાત બાદ પ્રેમીએ પણ જીવન ટૂંકાવ્યું, હોટલમાંથી મળી લાશ
10 માર્ચે મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ અપાશે
10 તારીખે સવારે માંડવી ખાતે યાત્રાનું આગમન થશે. રાહુલ ગાંધી માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. બારડોલી ખાતે સ્વાગત અને કોર્નર મિટિંગનું આયોજન થશે. આ યાત્રા બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોંચશે. વ્યારા ખાતે પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠક યોજાશે. આ યાત્રા વ્યારાથી સોનગઢ પહોંચશે, જ્યાં મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ અપાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT